મોદી-ટ્રમ્પ એક મંચ પર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મંચ પર આવનાર છે. અમેરિકામાં યોજાનાર હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના પ્રમૂખની હાજરીથી આ કાર્યક્રમ વિશ્વના સૌથી મોટા કાર્યક્રમ તરીકે બની જાય તેમ માનવામાં આવે છે. વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશના બે વડા એક સાથે ઇન્ડો-અમેરિકનને સંબોધન કરનાર છે. આ કાર્યક્રમમાં આશરે ૭૬૦૦૦ લોકો હાજપી આપનાર છે.

મોદીના કાર્યક્રમમાં ટ્ર્‌મ્પની હાજરીને લઇને વ્હાઇટ હાઉસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યા બાદ હવે દુનિયાના સૌથી મોટા કાર્યક્રમને ઐતિહાસિક, ભવ્ય અને શાનદાર બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યુ છે. એમ કહેવામાં આવ્યુ છે કે મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ટ્રમ્પને આમંત્રણ મળ્યા બાદ તરત જ સ્વીકાર કરીને આગળ વધ્યા હતા. હવે આ કાર્યક્રમમાં શુ આયોજન રહે છે તેના પર દુનિયાની નજર કેન્દ્રિય થઇ ગઇ છે.

મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા પાછળના હેતુ અગે કહેવામાં આવ્યુ છે કે અમેરિકામાં હવે ચૂટણી યોજાનાર છે ત્યારે ભારતીય અમેરિકી લોકોને પ્રભાવિતકરવા માટેના પ્રયાસ તરીકે પણ આને ગણવામાં આવનાર છે. એક મચ પરથી ટ્રમ્પ અને મોદી બંને સંબોધન કરનાર છે. આ કાર્યક્રમને પાકિસ્તાન માટે એક મોટા ફટકા તરીકે પણ ગણવામા આવે છે.

TAGGED:
Share This Article