નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી ઝિનપિંગ વચ્ચે ગઇકાલે શુક્રવારે મોડી રાત્રે ડિનર પર આશરે અઢી કલાક સુધી વાતચીત થઇ હતી. જેમાં ત્રાસવાદ અને વેપાર અસમતુલા સહિતના મુદ્દા પર બંને નેતાઓએ વાતચીત કરી હતી. ત્રાસવાદ તેમની સામે મોટો પડકાર હોવાની વાત કરી હતી. મોદીએ વાતચીત વેળા ચીનની સાથે વેપાર અને રોકાણને લઇને નવી નવી ઉંચાઇ હાંસલ કરવા પર વાત કરી હતી. ત્રાસવાદ અને કટ્ટરવાદની સામે સંયુક્ત રીતે પગલા લેવાની વાત કરી હતી. ચીન આ બંને વિષય પર સામાન્ય રીતે પોતાનુ વલણ સ્પષ્ટ કરવાથી બચી જાય છે.
વિદેશ સચિવ વિજય ગોખલેએ મોડેથી તેમની વચ્ચે વાતચીત અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે શી ઝિનપિંગે તેમની બીજી અનૌપચારિક યાત્રાના પ્રથમ દિવસે મોદી સાથે લાંબી બેઠક યોજી હતી. ડિનર પર આશરે અઢી કલાક સુધી ચર્ચા થઇ હતી. ચર્ચા દરમિયાન રાષ્ટ્રીય મુદ્દા અને સરકારી પ્રાથમિકતા પર ચર્ચા કરી હતી. ત્રાસવાદના મુદ્દા પર લાંબી વાતચીત થઇ હતી. ગોખલેએ કહ્યુ હતુ કે મોદીએ ત્રાસવાદના મુદ્દા પર ભારત તરફથી સ્પષ્ટ રજૂઆત કરી હતી.
બંને નેતાઓએ કબુલાત કહી હતી કે બંને વિવિધતાવાળા દેશો છે. બંને મોટા દેશો છે. ત્રાસવાદની સામે એકમત થઇને કામ કરવાની બાબત પર સહમતિ થઇ હતી. મેક ઇન્ડિયામાં હાથ વધારી દેવાનો સંકેત ચીને આપ્યો છે.મોદી એક શાનદાર યજમાન તરીકે નજરે પડ્યા હતા.
મોદી પ્રથમ દિવસે તમિળનાડુની પરંપરામાં દેખાયા હતા. જેમાં ધોતીમાં નજરે પડ્યા હતા. મોદીએ આ પ્રસંગે અંગવ†મ પહેર્યા હતા. ચીની પ્રમુખની ભારત યાત્રા પર હાલમાં દુનિયાના દેશોની નજર હતી. તમામ ધર્મની સંયુકત્ત વિરાસતને કટ્ટરતાના સંકટમાંથી બહાર નિકળીને આગળ નિકળી શકાય છે. મોદી હાલમાં તમામ મુદ્દા પર વાતચીત કરી રહ્યા છે.