કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ આને એક મહિનાનો સમય પૂર્ણ થઇ ગયો છે. પાંચમી ઓગષ્ટના દિવસે કલમ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી હતી. આની સાથે જ ત્રાસવાદ અને અલગતાવાદી તત્વોથી સ્વતંત્રતાની ખુશબુ ચારેબાજુ ફેલાઇ ગઇ હતી. સામાન્ય લોકો પ્રથમ વખત સ્વતંત્ર, ભયભીત થયા વગર પોતાના કામ કરવા લાગી ગયા છે. હવે લોકો નોકરીની વાત કરી રહ્યા છે. વિકાસની વાત કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર તમામ જરૂરી પગલા જમ્મુકાશ્મીરને ફરી એકવાર સ્વર્ગ બનાવવા માટે ઉઠાવી રહી છે. આવનાર દિવસોમાં આની અસર પણ દેખાવવા લાગી જશે. આમાં સૌથી મોટી સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબુત ઇચ્છાશક્તિ અને સાહસની રહી છે. આના માટે પહેલાથીજ એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા હતા.
સૌથી પહેલા લોકસભા ચૂંટણી જીતી લીધા બાદ અમિત શાહને કેન્દ્રિય ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કાશ્મીરમાં વારંવાર પહોંચીને તમામ માહિતી મેળવી લેવામાં આવી હતી. ટોપ અધિકારીઓને પણ વારંવાર મોકલી માહિતી મેળવી લેવામાં આવી હતી. મોદી અને શાહની કામગીરીના કારણે કલમ ૩૭૦ આજે દુર થઇ શકી છે. બે દિવસ પહેલા જ કાશ્મીરના સરપંચનુ પ્રતિનિધીમંડળ અમિત શાહને મળ્યુ હતુ અને રાજ્યમાં હાલમાં જે સ્થિતી છે તે અંગે ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. સાથે સાથે અમિત શાહે આ પ્રતિનિધીઓને તમામ પ્રકારની બાકી રહેલી અને હાલમાં અંકુશમાં રહેલા નિયંત્રણોને ઉઠાવી લેવાની ખાતરી આપી છે. ટુંક સમયમાં જ પૂર્ણ સુરક્ષાની સાથે કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જા આપવાની ખાતરી આપી હતી.
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા તેમજ તેમના દ્વારા સમર્પિત સંગઠનો દ્વારા હિંસા ફેલાવવા અને ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવ્યા હતા. જો કે સરકારની આક્રમક રણનિતીના કારણે કોઇ પ્રયાસ કટ્ટરપંથી અને ત્રાસવાદીઓ તેમજ પાકિસ્તાનના સફળ રહ્યા હતા. કાશ્મીરમાં મજબુત સ્થિતી, સરહદ પર મજબુત સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય મંચ પર આક્રમક રીતે રજૂઆતના કારણે આજે પાકિસ્તાન અલગ પડ્યુ છે. ભારતની દુનિયાના દેશોએ નોંધ લીધી છે. કાશ્મીર મુદ્દા પર રશિયા સહિતના દેશો ભારતની સાથે રહ્યા છે.
સારી બાબત એ છે કે મોદી અને શાહની જોડીએ પાકિસ્તાનને ધોબી પછડાટ આપી છે. મોદી અને શાહની જોડીએ સ્વતંત્રતા, સ્વ શાસન અને સ્વાયતત્તાના નામ પર પોતાના પાક ઉગાવી રહેલા તમામ તત્વોની, ત્રાસવાદીઓની તેમજ અલગતાવાદીઓના પગ નીચેથી જમીન આંચકી લીધી છે. છેલ્લા ૩૧ દિવસના ગાળામાં સ્વતંત્રતા, સ્વાયત્તાની કોઇ વાત થઇ રહી નથી. ત્રાસવાદી ગતિવિધી પર સંપૂર્ણ બ્રેક મુકાઇ ગઇ છે. લોકોમાં વિશ્વાસ આવી રહ્યો ચે.