પુલવામાં હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે જે રીતે ત્રાસવાદના મુદ્દા પર આક્રમક રીતે આગળ વધી તે જાતા મોદી સરકાર માટે લોકસભા ચૂંટણીમાં સ્થિતી સારી દેખાઇ રહી છે. તમામ સર્વે પણ ભાજપના નેતૃત્વમાં એનડીએ માટે સારા સંકેત આપે છે. છતાં કેટલાક પડકારો રહેલા છે. પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે જે રીતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓના કેમ્પ ફુંકી માર્યા હતા તે જાતા માહોલ મોદીની તરફેણમાં છે. જા કે હજુ કેટલીક અડચણો રહેલી છે.
અમિત શાહ વારંવાર કહી રહ્યા છે કે અમારી સરકારે જે કામ કર્યુ છે તેમના આધાર પર અમે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે જઇ રહ્યા છીએ. સાથે સાથે અમે ફરી ભવ્ય રીતે જીતીને આવીશુ. પરંતુ અમે વર્ષ ૨૦૧૪ની પરિસ્થિતી અને આજની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવે તો છેલ્લી લોકસભા ચૂંટણીના માહોલ કરતા હાલમાં માહોલ અલગ છે. નરેન્દ્ર મોદી એ વખતે લોકોની નજરમાં હિરો બનેલા હતા. જ્યાં પણ ભાજપના જનાધારની સ્થિતી હતી ત્યાં ભાજપને અપેક્ષા કરતા વધારે મોટી સફળતા હાથ લાગી હતી. હવે કેન્દ્ર અને દેશના મોટા ભાગના રાજ્યોમાં તેની સરકારો રહેલી છે. વર્ષ ૨૦૧૪ના તેમના ઉત્સાહી સમર્થક સરકારના કામોની પણ હવે સમીક્ષા લોકો કરી રહ્યા છે. જે અપેક્ષાના આધાર પર મોદીને મત આપ્યા હતા તે દિશામાં સરકાર કામ કરી શકી છે કે કેમ તે પ્રશ્ન લોકો પોતાને કરશે. રાજ્યોમાં પણ ભાજપ તેમની અપેક્ષા મુજબ આગળ વધી શકી છે કે કેમ તેની ખાતરી લોકો કરનાર છે. મોટા ભાગના સમીક્ષકો માને છે કે ભાજપની સામે કેટલાક પડકારો રહેલા છે. જે પૈકી સૌથી મોટો પડકાર વિપક્ષી એકતાનો રહેલો છે. કોંગ્રેસ પાર્ટીએ ગયા વર્ષે ૧૦મી સપ્ટેમ્બરના દિવસે ભારત બંધની હાકલ કરી હતી જેમાં કેટલાક મુખ્ય રાજકીય પાર્ટીના નેતા આવ્યા ન હતા. હાલમાં વિપક્ષી એકતાના દાવા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાલની સ્થિતીમાં જે ચિત્ર ઉપસી રહ્યુ છે તે મુજબ કેટલાક રાજ્યોમાં વિપક્ષી ગઠબંધન ચોક્કસપણે થયુ છે પરંતુ સંપૂર્ણ રહેશે તેમ દેખાતુ નથી. બીજી બાજુ ભાજપ માટે વિપક્ષી પાર્ટીઓની એકતા જ એકમાત્ર પડકાર જુદા જુદા રાજ્યોમાં હોઇ શકે તેમ નથી. ભાજપની સામે વર્ષ ૨૦૧૪ની તુલનામાં કેટલાક નવા પડકારો છે.
વર્ષ ૨૦૧૪માં જે જનાધારની સ્થિતી હતી તેને જાળવી રાખવા માટેના પડકારો રહેશે. જા ભાજપ જનાધારને જાળવી રાખશે તો વિપક્ષી એકતા પણ તેને નુકસાન કરી શકશે નહી. કોંગ્રેસ હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર દેખાવ કરીને ખાતરી આપી છે કે ભાજપને હાર આપી શકાય છે. આ રાજ્યોના પરિણામથી સંકેત આપવા માંગે છે કે ભાજપ અજેય નથી. રાજસ્થાન, છત્તિસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાલમાં જીત થયા બાદ ભારતીય જનતા પાર્ટીને વધારે મહેનત કરવાની જરૂર દેખાઇ રહી છે. રાફેલ સોદાબાજી અને ભાવ વધારા તેમજ બેરોજગારીને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે.કોંગ્રેસ પાસે એવા લોકો છે જે મતદારોને સમજાવી શકે છે તે મોટો પ્રશ્ન છે. વિપક્ષી પાર્ટી પાસે દમદારોની ટીમ જરૂરી છે. જે તેમની પાસે નથી. મોદીની છાપ આજે પણ મજબુત રહી છે. હિન્દુત્વને લઇને તેમની છાપ આજે પણ મજબુત રહેલી છે. જા કે મોદી હિન્દુત્વના મોરચે એવા કોઇ કામ કરી શક્યા નથી જેના કારણે આ વર્ગના લોકો સંતુષ્ટ થઇ શકે છે. કેટલાક મામલે પાર્ટી સામે દુવિધા છે. અનુસુચિત જાતિ અને જનજાતિ કાનુન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલી નાંખવાનો મુદ્દો મોટો મુદ્દો બની ચુક્યો છે. સવર્ણોના વર્ગમાં પણ નારાજગી જાવા મળી રહી છે.ભાજપ નેતા માને કે ન માને તેમના જનાધારને લઇને દુવિધા છે. જનાધારને એક સાથે રાખવાની કામગીરી મુશ્કેલ છે પરંતુ જા આ કામ કરી શકશે તો ભાજપની જીત નક્કી છે. ભાજપના નેતા ભલે નિશ્ચિત દેખાઇ રહ્યા છે પરંતુ તેમની સામે પણ અનેક જટિલ પડકારો છે. ભાજપને સુરક્ષા, રાષ્ટ્રીય લહેરને જાળવી રાખવા માટે પ્રયાસ કરવા પડશે.