મેરઠ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેરઠમાં આક્રમક ચૂંટણી પ્રચારનુ રણશિંગુ ફુંક્યુ હતુ. મોદીએ તમામ મુદ્દા પર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ આજે સર્જિકલ સ્ટ્રાઇક, પુલવામાં હુમલા સહિતના મુદ્દા પર વાત કરી હતી. સાથે સાથે તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાની પણ વાત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે એકબાજુ ચોકીદાર છે જ્યારે બીજી બાજુ દાગદારની ભરમાર છે. તેમણે કહ્યુ હતુ કે થોડાક દિવસ પહેલા જે લોકો ચોકીદારને પડકાર ફેંકતા હતા તે લોકો હવે રડી રહ્યા છે. મોદીએ પાકિસ્તાનમાં ઘુસીને જ્યારે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
કોંગ્રેસને જ્યાં સુધી દેશમાંથી મુક્ત કરવામાં આવશે નહીં ત્યાં સુધી દેશમાંથી ગરીબી દુર થશે નહીં. રાહુલ પર પ્રહારો કરતા તેમણે કહ્યુહતુ કે જે લોકો બેક ખાતા ખોલાવી શકતા નથી તે લોકો બેંક ખાતામાં પૈસા કઇ રીતે મુકી શકશે. મોદીએ કહ્યુ હતુ કે ઉત્તરપ્રદેશના લોકો બે યુવાનોના ખેલને જાઇ ચુક્યા છે. હવે બુઆ અને બબુઆ ખુબ ઝડપતી નજીક આવી ગયા છે. જે તમામ લોકોને હેરાન કરનાર છે. જે પાર્ટીના નેતાઓને જેલ ભેગા કરવા માટે માયાવતીએ બે દશક સુધી સમય લગાવી દીધો હતો તે આજે એક સાથે આવી ગયા છે. સર્જિકલ સ્ટ્રાઇકની હિંમ્મત પણ ચોકીદારની સરકાર જ દર્શાવી ચુકી છે.
વન રેન્ક વન પેન્શનની સ્કીમ અને તેને અમલી કરવાનુ કામ પણચોકીદાર જ કરી ચુકી છે. ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવા માટે સતત કાર્યવાહીને લઇને પ્રશ્ન કરનાર લોકો હવે દેશ અને દેશના સપુતોનુ અપમાન કરી રહ્યા છે. મોદીએ કહ્યુ હતુ કે જે લોકો ૭૦ વર્ષથી દેશના ગરીબોના બેંક ખાતા ખોલાવી શક્યા નથી તે લોકો હવે બેંક ખાતામાં પૈસા જમા કરવાની વાત કરી રહ્યા છે. ચોકીદાર કોઇની સાથે અન્યાય નહીં કરે. હિસાબ થશે અને તમામના હિસાબો લેવામાં આવશે. તેઓ પોતે પણ હિસાબ આપનાર છે.મોદીએ તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની વાત કરી હતી. મોદીએ લોકોને ખાતરી આપતા કહ્યુ હતુ કે હવે પ્રચારમાંતેઓ પોતાના કામના હિસાબો આપશે.