બિહારમાં પટણા હજુ પણ પાણીમાં છે : મોદી સક્રિય

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પટણા : બિહારના પાટનગર પટણામાં પુરના કારણે હાલત કફોડી બનેલી છે. સમગ્ર પટણા હજુ પણ પાણી પાણી છે. અલબત્ત વરસાદનુ જાર ઘટી ગયુ છે પરંતુ ચારેબાજુ જળબંબાકારની સ્થિતી સર્જાયેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પટણામાં આજે આખી રાત્રી ગાળા દરમિયાન વરસાદ જારી રહ્યો હતો. લોકોને રાહત થઇ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન નવેસરની ચેતવણી જારી કરવામાં આવી નથી. લોકોને રાહત આપવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે પુરની સ્થિતીને લઇને એક્શનમાં આવી ગયા છે. પટણામાં હજુ પણ મોટા ભાગના વિસ્તારો પાણીમાં છે.

મોતનો આંકડો ૩૫ સુધી પહોંચી ગયો છે. મોદીએ કેબિનેટ સચિવને બિહારના મુખ્ય સચિવ સાથે પુરની સ્થિતી મામલે માહિતી લેવાનો આદેશ કર્યો છે. મોદીએ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સાથે આજે ફોન પર વાતચીત કરી હતી. રાહત અને બચાવ કામગીરી માટે કેન્દ્ર સરકારે બે હેલિકોપ્ટર આપ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે વરસાદના કારણે રેલ અને પરિવહનની વ્યવસ્થા ઠપ થઈ ચુકી છે. પાટનગર પટણામાં હાલત કફોડી બનેલી છે. ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. મકાનો, સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. મંત્રીઓ અને નેતાઓના આવાસ પર પાણી ઘુસી ગયા છે. મુખ્યમંત્રી નિતિસ કુમારે કહ્યું છે કે, આવી સ્થિતિ કોઈના પણ હાથમાં નથી.રાજ્યમાં ૧૪ જિલ્લામાં રેડ એલર્ટ છે.

દરમિયાન ઉત્તર પ્રદેશમાં પણ હાલત કફોડી બનેલી છે. આ બે રાજ્યોમાં મળીને ૧૨૫થી વધુના મોત થઇ ચુક્યા છે. બંને રાજ્યોમાં સ્થિતિમાં હાલ સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. રાજેન્દ્રનગર અને પાટલીપુત્ર કોલોની જેવા વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. હોસ્પિટલો, દુકાનો, બજારો જળબંબાકાર થયા છે.પટણાના અનેક વિસ્તારોમાં આઠ ફુટ સુધીના પાણી ભરાઈ ગયા છે. ગાડીઓ ડુબી ગઈ છે. બચાવ અને રાહતકામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગંગા અને ગંડક નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સ્કુલો અને કોલેજાને બંધ રાખવાની ફરજ પડી રહી છે. લોકોના કમર સુધી પાણી ભરાઈ ગયા છે. બીજી બાજુ મુશ્કેલમાં મુકાયેલા લોકોને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે.

હંમેશા ભરચક રહેતા પટણાના માર્કેટમાં સન્નાટો ફેલાઈ ગયો છે. નાલંદા મેડિકલ કોલેજમાં પણ પાણી ભરાઈ ગયા છે જેથી દર્દીઓની સાથે સાથે અન્યોને પણ તકલીફ થઇ રહી છે. બિહારમાં એનડીઆરએફની ૧૯ ટીમો સક્રિય છે. ૧૪ જિલ્લામાં સક્રિય થયેલી છે. રાજેન્દ્રનગરમાં પાંચ ફુટ સુધી પાણી ભરાઇ ગયા છે. ચાર હજારથી વધારે લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ, બાળકો, દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વરસાદના કારણે સૌથી વધારે નુકસાન રાજેન્દ્ર નગરમાં થયુ છે. કેટલાક વિસ્તારમાં હાલત હજુ ખરાબ છે. પટણાના જિલ્લા અધિકારી કુમાર રવિએ કહ્યુ છે તે બે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. સ્થિતીને સામાન્ય બનાવવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. બાળકોને સૌથી પહેલા ખસેડી દેવામાં આવ્યા છે.

 

Share This Article