દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને મોદી ફરી એકવાર ધડાકા સાથે સત્તામાં આવી રહ્યા છે. હવે માત્ર શપથવિધીની અનૌપચારિકતા બાકી રહી છે તે પૂર્ણ થઇ જવાની સાથે મોદીની વડાપ્રધાન તરીકેની બીજી ઇનિગ્સ શરૂ થઇ જશે. લોકસભાની ચૂંટણી બાદ દેશમાં મતદારો, મોદીની ચર્ચા જોવા મળી રહી છે. મોદીની અભૂતપૂર્વ લોકપ્રિયતા અને ચૂંટણીમાં મતદારો દ્વારા તેમની તરફેણમાં જે રીતે મતદાન થયુ છે તેની ચર્ચા છે. દેશમાં હાલમાં કેટલાક વિષય પર ચર્ચા છેડાઇ ગઇ છે. જેમાં મુખ્ય ત્રણ મુદ્દા પર ચર્ચા છે જેમાં ઉદ્યોગ, નરેન્દ્ર મોદી અને પ્રજાનો સમાવેશ થાય છે.
એકબાજુ સરકારના દાવા મતદારોની અંદર નવી આશા જગાવી ચુક્યા છે. બીજી બાજુ કેટલાક અર્થશાસ્ત્રી દ્વારા નોટબંધી અને જીએસટીના કારણે સરકારની ઉભી થયેલી નકારાત્મક છાપને લઇને મોદીના કામને નબળા તરીકે ગણાવી ચુક્યા છે. આ બંને મુદ્દા પર મોદીની કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા ટિકા કરવામાં આવી રહી હતી છતાં ૫૪ ટકા સીઇઓ તેમના કામની પ્રશંસા કરી રહ્યા છે. તેમના કામથી પ્રભાવિત છે. મોટા ભાગના અર્થશાસ્ત્રી પહેલાથી જ માની રહ્યા હતા કે મોદીની સત્તામાં વાપસી થશે. અર્થશા†ી અને ટોપના સીઇઓ મોદી સત્તામાં પરત ફરશે તેવી વાત કરી રહ્યા હતા. દોઢ મહિના સુધી લોકસભા ચૂંટણી માટે પ્રચારની પ્રક્રિયા ચાલી ત્યારે પણ તમામ લોકો મોદીને લઇને આત્મવિશ્વાસમાં દેખાઇ રહ્યા હતા. ચૂંટણીમાં એક જ મુદ્દો હતો. તે મુદ્દો મોદીનો હતો. વિરોધી મોદીને દુર કરવા માટેની વાત કરી રહ્યા હતા જ્યારે ભાજપ અને એનડીએના લોકો તેમના નામ પર મત માંગી રહ્યા હતા. જેથી મુદ્દો તો વિરોધીઓ માટે પણ મોદી જ હતો.
આ બાબતને નકારી શકાય નહી કે સરકારની કેટલીક ફ્લેગશીપ યોજના અપેક્ષા મુજબની ગતિથી વધી શકી નથી. પરંતુ આની નિષ્ફળતા માટે અધિકારીઓને જવાબદાર ગણી શકાય છે. કારણ કે સમય પર આ યોજના અમલી થઇ શકી નથી. બીજુ કારણ એ છે કે ભાજપ શાસિત રાજ્યોમાં કેટલાક મુખ્યપ્રધાન સારી કામગીરી અદા કરી શક્યા નથી. સીઇઓના એક જુથને લાગે છે કરે જે કામ મોદીએ પોતાની પ્રથમ અવધિમાં કર્યા છે તેના સારા પરિણામ તેમની બીજી અવધિમાં મળવા લાગી જશે. આ સર્વે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના લોકો મોદી અને નાણાંપ્રધાન અરૂણ જેટલી સામે પહોંચ્યા ત્યારે તેમને લાગ્યુ કે તેઓ ઇન્ડસ્ટ્રીઝની તકલીફથી વાકેફ છે.
પ્રજા કેટલાક મુદાને લઇને પરેશાન થયેલી છે. મોદીને પણ પ્રચાર દરમિયાન આ બાબત ધ્યાનમાં આવી હતી. આવી સ્થિતીમાં નવી સરકાર સત્તારૂઢ થયા બાદ આ દિશામાં જ ધ્યાન આપવામાં આવી શકે છે. અમને આ બાબત યાદ રાખવાની જરૂર છે કે વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૮ દરમિયાન ગ્લોબલ ઇકોનોમી બુમ કરી રહી હતી. અને મંદીના કારણે જ્યારે બેલુન ફાટી ગયા ત્યારે તમામ દેશો માટે આર્થિક સમસ્યા આવવાની શરૂઆત થઇ ગઇ હતી. બીજી અવધિમાં મોદી વધારે મજબુત બ્રાન્ડ તરીકે ઉભરી શકે છે તેમાં કોઇ બે મત નથી.