બહરાઇચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. મોદીએ અહીં પણ આતંકવાદીઓના ખાત્માના મુદ્દા ઉપર આક્રમક નિવેદન કર્યું હતું. મોદીએ દાવા સાથે કહ્યું હતું કે, તેમના કારણે આતંકવાદીઓમાં ભારે ફફડાટ છે. તેમના ભયથી દેશમાં આતંકવાદી ઘટનાઓ રોકાઈ ગઈ છે પરંતુ આ ખતરાને સંપૂર્ણપણે ટાળવા માટે કેન્દ્રમાં મજબૂત નેતૃત્વની સરકાર જરૂરી છે. કારણ કે, ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. દેશના પડોશમાં આતંકવાદીઓની ફેક્ટરીઓ હજુ પણ ચાલી રહી છે. શ્રીલંકામાં હાલમાં જ થયેલા બ્લાસ્ટ આનો દાખલો છે. મોદીએ બારાબંકી અને બહરાઇચમાં ચૂંટણી સભાઓ યોજી હતી. બહરાઇચમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારની પ્રાથમિકતા આતંકવાદીઓનો ખાત્મો કરવાની રહી છે.
તેમની સરકારની કટિબદ્ધતાના કારણે જ આતંકવાદીઓ હવે મર્યાિદત વિસ્તારમાં આવી ગયા છે. સુરક્ષા દળો, જવાનો, સુરક્ષા સંસ્થાઓની જારદાર મહેનતના કારણે આતંકવાદીઓ તેમની યોજનામાં ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. હવે લોકોને મંદિરો, બજારો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ પર બોંબ બ્લાસ્ટના સમાચારો સંભળાતા નથી. આ તમામ મોદીના ભયના કારણે બંધ થઇ ગયા છે પરંતુ હજુ સુધી આતંકવાદીઓ સુધર્યા નથી. ખતરો હજુ ટળ્યો હતો.
આજે પણ અમારી આસપાસ આતંકવાદી નર્સરી ચાલી રહી છે. મોદીએ કહ્યું હતું કે, આ ક્ષેત્રને રામાયણ સર્કિટ અને બુદ્ધ સર્કિટ મારફતે સમગ્ર દેશ સાથે જાડવાનું કામ થઇ રહ્યું છે પરંતુ જ્યારે આતંકવાદ વધે છે ત્યારે તેમના શિકાર આસ્થાના આવાજ કેન્દ્રો બને છે જેથી દેશને એવી મજબૂત સરકારની જરૂર છે જે આતંકવાદીઓનો ખાત્મો કરી શકે. કમળ પર પડનાર વોટ રાષ્ટ્ર સુરક્ષા માટે રહેશે. આતંકવાદીઓની આ નર્સરીને સમાજવાદી પાર્ટી અને બસપા બંધ કરી શકવાની સ્થિતિમાં નથી. આતંકવાદ સામે લડતા સૈનિકોના વિશેષાધિકાર દૂર કરવાની વાત કરનાર કોંગ્રેસ પાર્ટી પણ આતંકવાદ સામે લડવાની સ્થિતિમાં નથી.
વડાપ્રધાને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશની સૌથી જુની પાર્ટીની આજે જે હાલત છે તે બાબતનો સંકેત આપે છે કે, તેને વિરોધ પક્ષના નેતા તરીકે પણ તક મળી શકે તેવી સ્થિતિ નથી. ૨૦૧૪માં આ તક મળી ન હતી. આ વખતે પ્રજા એટલી નારાજ દેખાઈ રહી છે કે, તેમને આ તક હજુ પણ ઘટી જશે. મોદીએ ઉમેર્યું હતું કે જે વિપક્ષના નેતા પણ બની શક્યા નથી તેઓ વડાપ્રધાન બનવાની તૈયારી કરી રહ્યા છે. વડાપ્રધાન બનવા માટે વ†ો બનાવી રહ્યા છે. આવા લોકો ઇચ્છે છે કે, કોઇ પ્રકારની ખિચડી સરકાર બને જેથી પરિસ્થિતિનો લાભ ઉઠાવી શકાય. આવી ખિચડી સરકારમાં એક વડાપ્રધાન ત્રણ મહિના માટે અને બીજા વડાપ્રધાન બીજા ત્રણ મહિના માટે રહેશે. આ પ્રકારની સરકાર દેશને કમજાર બનાવશે.