વારાણસી : વારાણસીમાં ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા મોદીએ બુથના કાર્યકરોને સંબોધન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે તેઓ તમામ નરેન્દ્ર મોદી છો. તેઓ પોતાના મતવસ્તારના બુથના પીએમ ઉમેદવાર છો. મોદીએ આ ગાળા દરમિયાન બુથ કાર્યકરોને રેકોર્ડ મતદાન કરવા માટે સંકલ્પ કર્યો હતો. મોદીએ સંબોધન કરતા કહ્યુ હતુ કે તેઓ જીતી તો ગઇકાલે જ ગયા હતા. હવે દરેક પોલિંગ બુથ પર જીત મેળવી લેવાનો સમય છે. મોદીએ આ ગાળા દરમિયાન વિરોધી દળો સાથે દોસ્તી અને ભાઇચારાને જાળવી રાખવા માટે પણ અપીલ કરી હતી. પીએમે કહ્યુ હતુ કે તેઓ પોતે પણ બુથ કાર્યકર તરીકે કામ કરી ચુક્યા છે. મોદીએ કહ્યુ હતુ કે તેમને પણ દિવાળ પર પોસ્ટરો ભુતકાળમાં ચોટાડ્યા છે. તમામ પોલિંગ જુથ જીતવા માટેનો સમય છે.
દિલ જીતવા માટે ચૂંટણી લડનાર પહેલાથી જ જીતી જાય છે. મોદીએ કાર્યકરોને સંબોધન કરતા કહ્યુ હતુ કે તમે મારા માલિક સમાન છો. પાંચ વર્ષમાં કાર્યકર તરીકે નરેન્દ્ર મોદીએ પાર્ટીએ તેમની પાસેથી જ્યાં સમય માગ્યો જેટલો સમય માંગ્યો તેમ ક્યારેય ઇન્કાર કર્યો ન હતો. મોદીએ કહ્યુ હતુ કે અમને કેટલાક રિકોર્ડ તોડવાની જરૂર છે. જે ગુજરાતમાં જીતી શકાયા ન હતા. પુરૂષોની તુલનામાં પાંચ ટકા મતદાન મહિલા વધારે કરે તે જરૂરી છે. મોદીએ કહ્યુ હતુ કે માતા અને બહેનોએ ૨૧મી સદીમાં તાકાત બને તે જરૂરી છે. મોદીએ કહ્યુ હતુ કે ગઇકાલના રોડ શો દરમિયાન સામાન્ય લોકોએ તેમને ફરિયાદ કરી હતી. લોકોએ કહ્યુ હતુ કે અંધારામાં રોડ શો કરવાની જરૂર નથી. ખતરો હોઇ શકે છે. તેમને સોશિયલ મિડિયામાં જોરદાર ફટકાર લાગી રહી છે.
મોદીની કોઇ સુરક્ષા કરે છે તો તે દેશની કરોડો માતાઓ છે. મહિલા શક્તિબનીને તેમની રક્ષા કરે છે. મોદીએ કહ્યું હતું કે, વારાણસીમાં પંડિતોને પુસ્તક લખવા પડે તેવી મોટી જીત મેળવવા માટેનો સમય આવી ગયો છે. મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, વારાણસીના લોકો જાઇ ચુક્યા છે કે, ઘણા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરીને ભાગી જાય છે પરંતુ આપનો ઉમેદવાર ભાગ્યશાળી છે કે તે કોઇપણ જગ્યાએ રહે પરંતુ અહીંના કાર્યકરો પોતાની અંદર પોતાને ઉમેદવાર ગણે છે. આ ચૂંટણીના બે મુખ્ય પાસા છે જેમાં કાશીની લોકસભા ચૂંટણી પર જીત અને ભાજપને પ્રચંડ બહુમતિ અપાવવાના છે. તેમની દ્રષ્ટિથી આ કામ પૂર્ણ થઇ ચુક્યું છે. પોલિંગ બુથ પર જીત મેળવવાની બાબત હવે બાકી રહી છે. જા કોઇની પણ હાર થશે તો સૌથી વધારે દુખ તેમને થશે જેથી પોલિંગ બુથ પર જીત મેળવવાની બાબત મહત્વપૂર્ણ છે. સોશિયલ મિડિયા ઉપર ઘણા લોકો અંધારામાં રોડ શો ન કરવા માટે કહી રહ્યા છે.