નવી દિલ્હી : પીએમ કિસાન સન્માનનિધિ માટે ૨૦ ફેબ્રુઆરી સુધી બે કરોડથી વધુ ખેડુતોની નોંધણી થઈ ચુકી છે. આમાંથી મોટા ભાગના ખેડુત ભાજપ શાસિત રાજ્યોના છે. યોજના હેઠળ નાના અને મધ્યમ ખેડુતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા આપવામાં આવનાર છે. રાજ્યોમાં ખેડુતોને ખુબ લાભ આના કારણે થનાર છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા જેવા રાજ્યો પણ આમાં સામેલ છે. જોજાકે કોંગ્રેસ શાસિત રાજ્યો અને પશ્ચિમ બંગાળ દ્વારા હજુ સુધી આંકડા આપવામાં આવ્યા નથી. બીજી તરફ સ્થિતિ એ છે કે મોટાભાગના કોંગ્રેસ શાસિત રાજ્યો અને પશ્ચિમ બંગાળે આંકડા પુરતા સંખ્યામાં ખેડુતોના નામે મોકલ્યા નથી. પશ્ચિમ બંગાળ સરકાર ખુબ ઉદાસિન દેખાઈ રહી છે.
પીએમ કિસાન વેબ પોર્ટલર પર ખેડુતોના ડેટા બંગાળ અને અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોએ અપડેટ કર્યા નથી. આ આંકડા અપલોડ ન કરવામાં આવતા ખેડુતોને નુકસાન થશે. આવી સ્થિતિમાં રાજ્યોના ખેડુતોને નિરાશા હાથ લાગી શકે છે. જ્યારે દેશના ખેડુતોને કેટલીક રીતે બેવડા ફાયદા પણ થનાર છે. કેટલાક રાજ્યોના ખેડુતોને નુકસાન થશે. નરેન્દ્ર મોદી આવતીકાલે ૨૪મી ફેબ્રુઆરીના દિવસે આનું ઉદ્ઘાટન કરનાર છે. તે દિવસે ૫૫ લાખ ખેડુતોના ખાતામાં બે બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવનાર છે. યોજના હેઠળ બે હેક્ટર સુધીની કૃષિ ભૂમિ ધરાવનાર ૧૨ કરોડ ખેડુતોના ખાતામાં ત્રણ હપ્તામાં ૬૦૦૦ રૂપિયા જમા કરાવાશે. તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા જેવા રાજ્યોના ખેડુતોને પીએમ કિસાન યોજનાથી બે લાભ થશે કારણ કે ત્યાની સરકારો પહેલાથી જ આવી યોજના ચલાવી રહી છે.
વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની રકમ તેમના માટે બોનસ સમાન રહેશે. આંધ્રપ્રદેશમાં આવી સ્કીમ જારી છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડુતોના આંકડા આપવાના મામલામાં ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે. અહીં ૭૧ લાખ ખેડુતોની નોંધણી થઈ છે. કર્ણાટકને છોડી દેવામાં આવે તો અન્ય દક્ષિણી રાજ્યોમાં પણ ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આંકડા અપલોડ કરી દેવામાં આવ્યા છે. તેમની પાસે પહેલાથી જ જમીનની વિસ્તૃત માહિતીઓ રહેલી છે. ખેડુતોના ખાતામાં પૈસા ચેકના માધ્યમથી ઉમેરવામાં આવશે.