પીએમ કિસાન નિધીને લઇને રાજ્યોના દેખાવમાં વ્યાપક અંતર જોવા મળે છે. એકબાજુ ભાજપ શાસિત રાજ્યોએ આ યોજનાના લાભ સરળતાથી મળે તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યા છે. આવા રાજ્યોમાં લાભ પણ મળી રહ્યા છે. જો કે કેટલાક રાજ્યો જે વડાપ્રધાન મોદી સાથે ખેંચતાણ ધરાવે છે તે રાજ્યોએ ભારે ઉદાસીનતા અને રાજનીતિ રમી છે. જેના કારણે ખેડુતો લાભથી વંચિત રહી ગયા છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના ખેડુતોને આના લાભ મળી શક્યા નથી. કારણ કે પીએમ કિસાન માટે સ્થાપિત કરવામાં આવેલા કેન્દ્રિય પોર્ટલ આ રાજ્યોની સરકારેએ પોતાના જીદ્દી વલણના કારણે ખેડુતોની માહિતી માટે ઉપલબ્ધ કરાવ્યા નથી.
તમામ લોકો સારી રીતે જાણે છે કે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી શરૂઆતથી મોદીનો વિરોધ તમામ મોરેચ કરતા રહ્યા છે. ખેડુતો અને સામાન્ય લોકો માટે જાહેર કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાને અમલી ન કરીને મમતા બેનર્જીએ પોતાના રાજ્યના ખેડુતોને ભારે નુકસાન કર્યુ છે. મોદીની આયુષ્યમાન ભારત યોજનાને લઇને પણ મમતાએ રાજ્યના ગરીબ અને બિમારીથી ગ્રસ્ત રહેલા મોટી સંખ્યામાં લોકોને સારવારથી વંચિત રાખ્યા છે.
મમતા બેનર્જીના આ વર્તનના કારણે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. તેમના જુદા જુદા પગલાના લીધે જ હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મમતાની પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. મમતાની પાર્ટી સામે ભારતીય જનતા પાર્ટીએ હાલમાં શાનદાર જીત મેળવી હતી. ભાજપે બંગાળમાં જારદાર દેખાવ કરીને તમામ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા હતા. દિલ્હીમાં કેજરીવાલે પણ આવુ જ વર્તન કર્યુ છે. જેના કારણે દિલ્હીના ખેડુતોને પીએમ કિસાન નિધીના લાભ મળી શક્યા નથી.