પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવાંડા સરકારના ગિરિંકા કાર્યક્રમ અંતર્ગત ગામલોકોને 200 ગાયો ભેટ આપી, જેમની પાસે અત્યાર સુધી ગાય ન હતી. ગાયો ભેટ કરવાનો આ કાર્યક્રમ રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કાગમેની ઉપસ્થિતિમાં રુવરૂ આદર્શ ગામ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ આ અવસરે ગિરિંકા કાર્યક્રમ અને તેના માટે રાષ્ટ્રપતિ કગામે દ્વારા કરવામાં આવેલી પહેલની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે રવાંડાના ગામમાં આર્થિક સમૃદ્ધિ માટે ગાયોના મહત્વને જોઇને ભારતના લોકોને પણ સુખદ આશ્ચર્ય થશે. તેમણએ આ પ્રસંગે ભારત અને રવાંડાની ગ્રામીણ જીવનમાં ઘણાં પ્રકારની સમાનતાનો પણ ઉલ્લેથ કર્યો હતો.
ગિરિંકા શબ્દનો અર્થઃ
ગિરિંકા શબ્દનો અર્થ છે કે ‘શું તમે ગાય રાખી શકો છો?’. આ રવાંડામાં સદીઓથી ચાલતી આવતી એક પ્રથા છે, જે અંતર્ગત સમ્માન અને સદભાવનાના રૂપમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ગાય ભેટ કરે છે.
ગિરિંકા કાર્યક્રમ 2006માં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી હજારો લોકોને ગાય આપવામાં આવી છે. જૂન 2016 સુધી કુલ 248,566 ગરીબ પરિવારોને આપવામાં આવી છે. આ કાર્યક્રમથી રવાંડામાં કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ છે અને વિશેષ રીતે દૂધ ઉત્પાદન તથા ડેરી પ્રોડક્ટ્સ વધ્યું છે, ગરીબ પરિવારોની આવક વધી છે અને કુપોષણના કિસ્સા પણ ઘટ્યા છે.