જાણો એનસીસી રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આ મેળાવડામાં પ્રત્યેક એનસીસી કેડેટ તેમની પોતાની પ્રતિભા અને ઓળખ સાથે આવ્યા છે. પરંતુ, તેમણે ઉમેર્યું કે, એક મહિનાના સમય દરમિયાન નવી મિત્રતા બની શકે તેમ છે, અને એકબીજા પાસેથી ઘણું શીખી શકાય તેમ છે. એનસીસી કેમ્પ પ્રત્યેક નવયુવાનને ભારતની જુદી જુદી સંસ્કૃતિ વિષે શીખવે છે, તેઓ દરેક નવયુવાનને દેશ માટે કંઈક સારૂ કરવાની પ્રેરણા આપે છે, એમ તેમણે ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું, આ જુસ્સો કે જે એનસીસી કેમ્પમાં શીખવા મળે છે તે જે-તે કેડેટની સાથે આજીવન રહે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય કેડેટ કૌર એ યુનિફોર્મ કે યુનિફોર્મિટીની બાબત નથી, પરંતુ તે એકતા વિશેની વાત છે. એનસીસી દ્વારા આપણે એક એવા જૂથનું નિર્માણ કરીએ છીએ કે જે મિશન આધારિત કામ કરે છે અને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડે છે, એમ તેમણે ઉમેર્યું હતુ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એનસીસીએ સાત ગૌરવશાળી દસકા પૂર્ણ કર્યા છે અને અનેક લોકોને મિશનની પ્રેરણા પૂરી પાડી છે. આજે આપણે જેની સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે જ મેળવ્યું છે અને એ બાબત વિષે પણ વિચાર કરો કે આપણે કઈ રીતે એનસીસીના આ અનુભવને આગામી વર્ષોમાં વધુ અસરકારક બનાવી શકીએ, પ્રધાનમંત્રીએ કહ્યું. તેમણે તમામ હિતધારકોને આગામી 5 વર્ષ માટેનાં આયોજન વિષે વિચારવા પણ જણાવ્યું કે જયારે એનસીસીને 75 વર્ષ પૂર્ણ થશે.

શ્રી નરેન્દ્ર મોદીએ ભાર પૂર્વક જણાવ્યું કે ભારતની યુવા પેઢી હવે લાંચ લેવાની ના પાડે છે. તેમણે દ્રઢતાપૂર્વક કહ્યું કે ભ્રષ્ટાચાર અને કાળા નાણા વિરૂદ્ધની લડાઈ ક્યારેય અટકશે નહી. તેમણે ઉમેર્યું કે આ ભારતની યુવા પેઢીના ભવિષ્ય માટેની લડાઈ છે.

પ્રધાનમંત્રીએ કેડેટ્સને ભીમ એપ દ્વારા ડીજીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા અને આ મંચમાં જોડાવા માટે અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આ પારદર્શકતા અને જવાબદારી તરફનું એક પગલું છે. એકવાર ભારતનો યુવાન કૈક ધારી લે તો પછી બધું જ શક્ય બની શકે તેમ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉ લોકો માનતા હતા કે જે લોકો પૈસાદાર અને શક્તિશાળી છે તેમને કઈ જ નથી થતું. પરંતુ, આજની વાત અલગ છે. જે લોકો એક સમયે મુખ્યમંત્રીના હોદ્દા ઉપર હતા તેઓ આજે જેલમાં છે, તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતુ.

આધાર વિષે જણાવતા તેમણે કહ્યું કે આધારના લીધે ભારતના વિકાસમાં મોટી તાકાતનો સંચાર થયો છે. જે વસ્તુ પહેલા ખોટા લોકોના હાથમાં જતી હતી તે જ વસ્તુ હવે સાચા લાભાર્થીઓ પાસે જઈ રહી છે.

Share This Article