પ્લેયરઝપોટ સમગ્ર દેશમાં ઓનલાઇન ગેમિંગની પહોંચ વધારવા પરિવર્તનના માર્ગે અગ્રેસર છે. આજે આ અગ્રણી ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મે #CelebrationKaSeason નામનું એક અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન મોટા ઇનામો જીતવાની તક પૂરી પાડે છે અને પ્લેટફોર્મ પર વધારે મોટી ઉજવણીઓ કરવામાં સાંકળે છે. પોતાની બ્રાન્ડ એમ્બેસેડર ભારતીય મહિલા ક્રિકેટર અને આગામી વિમેન્સ પ્રીમિયર લીગમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલોરના પ્રતિનિધિ સ્મૃતિ મંધાના નવા અભિયાન #CelebrationKaSeasonમાં બ્રાન્ડની પરંપરાગત અને ડિજિટલ ચેનલ્સમાં જોવા મળશે.
અભિયાન ચાર રોમાંચક ડિજિટલ ફિલ્મો ધરાવે છે, જે બહોળા દર્શકવર્ગને લક્ષ્યાંક બનાવે છે. દરેક ફિલ્મ 4 વિવિધ મૂડમાં સ્મૃતિ મંધાનાને રજૂ કરે છે, જે એવો સંદેશ આપે છે કે, પ્લેયરઝપોટ સાથે હંમેશા ઉજવણી કરવાનો સમય છે. ગેમિંગ પ્લેટફોર્મ વિવિધ ઇન-ગેમ ધરાવે છે અને એવી ખાસિયતો ધરાવે છે, જે ક્રિકેટરના જુસ્સાને વધારે છે અને તેની રમતમાં, વિજય મેળવવામાં અને ઉજવણી કરવામાં મદદ કરે છે. અભિયાનની ઘણી ખાસિયતોમાં કેટલીક છે – ત્વરિત વિથડ્રોઅલ, સૌથી ઓછું કમિશન, બીજી ઇનિંગની તક અને રેફર એન્ડ અર્ન, જે યુવાન ગેમર્સને આકર્ષશે.
આ અભિયાનના લોંચ પર પ્લેયરઝપોટના સીઇઓ સુનિલ યાદવે કહ્યું હતું કે, “અમે સ્મૃતિ સાથે આ નવા અભિયાનને લઈને અતિ રોમાંચિત છીએ. તે છેલ્લાં બે વર્ષથી અમારી બ્રાન્ડ એમ્બેસેડર છે અને આ જોડાણ અમારા માટે લાભદાયક પુરવાર થયા છે. હકીકતમાં આ સમયગાળામાં અમારા યુઝરનો આધાર સાત ગણો વધ્યો છે. આ માટે પ્લેયરઝપોટની ઓફર્સ, વિશિષ્ટ ખાસિયતો અને રિવોર્ડ્ઝની દ્રષ્ટિએ સતત ઇનોવેશન જવાબદાર પણ છે. વફાદાર યુઝર બેઝને જાળવવા અમારો સતત પ્રયાસ ઉદ્યોગમાં અમારા યુઝર્સને સલામત અને સુરક્ષિત ગેમિંગ અનુભવ પ્રદાન કરવામાં નવા માપદંડો સ્થાપિત કરવાનો છે.”
આ અભિયાન વિશે પ્લેયરઝપોટના બ્રાન્ડ એમ્બેસેડર સ્મૃતિ મંધાનાએ કહ્યું હતું કે, “પ્લેયરઝપોટ સાથે જોડાણ કુશળતા આધારિત ગેમિંગ સાથે મારો પ્રથમ પરિચય છે અને હવે હું એમાં કુશળ બની છું (જો હું મારા માટે વાત કરું તો!). અમારા જોડાણનું બીજું વર્ષ છે અને બ્રાન્ડના વિકાસની સફરમાં સામેલ થવાનો અનુભવ ખરેખર સમૃદ્ધ રહ્યો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ સતત વૃદ્ધિ કરી રહ્યો છે અને મારું માનવું છે કે, પ્લેયરઝપોટ આ પરિવર્તનમાં મોખરે છે. #CelebrationKaSeason અભિયાન તેમના યુઝર્સને વિજય મેળવવાની અને ઉજવણી કરવાની સુવિધા આપવાની સંભવિતતા ખરાં અર્થમાં વ્યક્ત કરે છે. અભિયાનનું શૂટિંગ કરવાનો અનુભવ શ્રેષ્ઠ રહ્યો હતો અને હું ખરેખર એને જોવા આતુર છું.”
સમગ્ર દેશમાં ગેમર્સ ઓનલાઇન ગેમિંગની ચમત્કારિક દુનિયામાં જોડાવા માટે સજ્જ થઈ જાવ. પ્લેયરઝપોટ આ અભિયાન દ્વારા હૃદય જીતી રહ્યું છે, જેનો સંદેશ છે – ‘સેલિબ્રેશન મેં જ્યાદા મજા આયેગા.’
પ્લેયરઝપોટ વિશે:
પ્લેયરઝપોટ, ભારત કા નયા મેદાન, એક વિશ્વસનિય અને સુરક્ષિત ગેમિંગ પ્લેટફોર્મ છે, જેમાં ઓનલાઇન ગેમિંગની સરળતા અને સુલભતા સાથે રમતની વાસ્તવિક દુનિયાની રોમાંચકતા અને જુસ્સાનો સમન્વય થયો છે. 1.5 કરોડથી વધારે યુઝર્સ સાથે પ્લેયર્ઝપોટે લાંબી મજલ કાપી છે અને 15+ ગેમ ઓફર કરીને આ ક્ષેત્રમાં ઉદ્યોગની લીડર પૈકીની એક તરીકે પોતાને સ્થાપિત કરી છે.
પ્લેયરઝપોટે જવાબદાર ગેમિંગને પ્રોત્સાહન આપવા અને પ્લેટફોર્મ પર તમામ રમતો અંગે જાગૃતિ લાવવા બ્રાન્ડ એમ્બેસેડર્સ તરીકે ભારતીય ક્રિકેટર્સ ભુવનેશ્વર કુમાર, સ્મૃતિ મંધાના અને ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે જોડાણ કર્યું છે. ગ્રાહક-કેન્દ્રિત અભિગમ, પેમેન્ટના સરળ વિકલ્પો, બેસ્ટ-ઇન-ટાઉન રેફરલ પ્રોગ્રામ્સ અને અદમ્ય જુસ્સા સાથે પ્લેટફોર્મે વધારે વિશિષ્ટ ખાસિયતો ઉમેરવાનું અને વિશ્વસનિયતા ઊભી કરવાનું જાળવી રાખ્યું છે તથા અત્યારે બજારમાં મજબૂત કામગીરી ધરાવે છે. અમારી સુરક્ષિત ગેમપ્લે અને અમારાં વિથડ્રોઅલના સરળ વિકલ્પો યુઝર માટે ગેમિંગનો શ્રેષ્ઠ અનુભવ આપે છે.