મુંબઇ: અગ્રણી ઇવેન્ટ આયોજક મીડિયા ફ્યુઝન એન્ડ ક્રેઇન કોમ્યુનિકેશન્સ પ્લાસ્ટિક્સ રિસાયક્લીંગ શો ઇન્ડિયા 2024 (PRSI 2024)ની સૌપ્રથમ આવૃત્તિની ઘોષણા કરતા ગર્વ અનુભવે છે, જે 4થી 6 ડિસેમ્બર 2024 દરમિયાન મુંબઇમાં બોમ્બે એક્હીબિશન સેન્ટરના હોલ 4માં યોજાશે. PRSI 2024 વૈશ્વિક સ્તરે જાણીતી પ્લાસ્ટિક્સ રિસાયક્લીંગ શો બ્રાન્ડનો ભારતમાં પ્રવેશ અંકિત કરે છે. 2023માં ભારતમાં કુલ 9.9 મિલીયન ટનના માર્કેટ વોલ્યુમની અપેક્ષા સેવાતી હોવાથી અને 2032 સુધીમાં 23.7 મિલીયન ટન સુધી થવાનો અંદાજ હોવાથી તેમજ 2024થી 2032 સુધીમાં 9.86%ના CAGR દરે વૃદ્ધિ પામશે તેમ મનાય છે ત્યારે PRSI 2024 ઉદ્યોગ હિસ્સાધારકો માટે મહત્ત્વની ઘટના હોવાની ખાતરી આપે છે.
આ ઇવેન્ટની અગત્યતા પર ભાર મુકતા મીડિયા ફ્યુઝનના મેનેજિંગ ડિરેક્ટર તાહેર પાત્રાવાલાએ જણાવ્યુ હતુ કે “આપણે જ્યારે ટકાઉ આચરણો તરફનું પરિવર્તન અનુભવીએ છીએ ત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણની દુઃખદાયક સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવું રાષ્ટ્ર માટે આવશ્યક છે. ભારત સરકારના વિવિધ સિંગલ યૂઝ પ્લાસ્ટિકની ચીજો પરના પ્રતિબંધ અને એક્સટેન્ડેડ પ્રોડ્યૂસર રિસ્પોન્સિબીલીટી (EPR) નિયમો સહિતના સક્રિય પગલાંઓને કારણે પ્લાસ્ટિક વેસ્ટ વ્યવસ્થાપનમાં નોંધપાત્ર પગલાંઓ લેવાનું મંચ તૈયાર થઇ ગયુ છે. પ્લાસ્ટિક્સ રિસાયક્લીગ શો ઇન્ડિયા (PRSI)નો પ્રારંભ અમારી આગામી પડકારોને નાથવાની પ્રતિબદ્ધતામાં મહત્ત્વની ક્ષણ છે. મિડલ ઇસ્ટ અને યુરોપની સફળ આવૃત્તિઓ બાદ PRSને ભારતમાં લાવવી તે રાષ્ટ્રના ટકાઉ ભવિષ્ય પર ભાર મુકે છે અને જવાબદાર પ્લાસ્ટિક વપરાશ અને બગાડ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથેની સરકારની પહેલ સાથે સંરેખિત છે.”
આ એક્સ્પો ત્રણ દિવસ ચાલશે અને ઉચ્ચ કક્ષાના પ્લાસ્ટિક્સ રિસાયક્લીંગ અને ટકાઉ પેકેજિંગ કોન્ફરન્સ પ્રતિનિધિઓ, વિચારકો, સંશોધકો અને પ્લાસ્ટિક રિસાયક્લીંગ ઉદ્યોગના ટેકનોલોજી પ્રદાતાઓને એક સ્થળે એકઠા કરશે, જેઓ સહયોગોનું સંવર્ધન કરશે અને ટકાઉ ભવિષ્ય તરફે અર્થપૂર્ણ પ્રગતિને આગળ ધકેલશે. સપ્લાયર્સ, ઉત્પાદકો, ટેકનોલોજી નિષ્ણાતો, વેસ્ટ મેનેજર્સ અને ઉદ્યોગમાં ઉભરતા ખેલાડીઓ એક જ છત્ર હેઠળ કારોબારની તકો શોધશે. શોની સાથે ચાલનારી કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ચાવી રૂપ થીમ્સ રજૂ કરશે જેમાં સર્ક્યુલર ઇકોનોમિ સિદ્ધાંતો, ટકાઉ પેકેજિગ, નિયમનો, પડકારો, તકો, સંશોધનો, ટેકનોલોજીઝ અને પ્રવાહોને આવરી લેવાશે અને હરિયાળા ભવિષ્યને વેગ આપવા માટે સમગ્ર પ્લાસ્ટિક ક્ષેત્રમાંની આંતરદ્રષ્ટિ અને અનુભવો શેર કરશે.
PRSI 2024નું અનાવરણ થયા બાદ મુંબઇ ખાતે પ્રકાશ પાડતી ગોળમેજી પરિષદ યોજાશે, જેમાં ઉદ્યોગના વિચારકો પ્લાસ્ટિક્સ રિસાયક્લીંગમાં દબાણયુક્ત સમસ્યાઓ અને તકો પર ધ્યાન કેન્દ્રિત કરતા વિચારોની આપલે કરશે. આ પ્રસંગે બોલતા ક્રેઇન કોમ્યુનિકેશન્સના ગ્વોબલ ઇવેન્ટ ડિરેક્ટર મેથ્યુ બાર્બરએ જણાવ્યું હતુ કે “PRS એ વૈશ્વિક સ્તરે ઓળખી કઢાયેલી બ્રાન્ડ છે – જે યુરોપ, મિડલ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટ એશિયામાં એક જ પ્લેટફોર્મ પર સમગ્ર પ્લાસ્ટિક રિસાયક્લીંગ વેલ્યુ ચેઇનને એક સાથે લાવવામાં પોતાની કુશળતા માટે જાણીતી છે. PRS શોનું યુરોપમાં 2015માં ઉદઘાટન થયા બાદ સતત વિકસતો રહ્યો છે. યુરોપ અને મિડલ ઇસ્ટમાં યોજાયેલ PRSની સફળતા બાદ અમે ભારતમાં PRSને લાવતા ખુશ છીએ. ચોક્કસ શરતોની ફરજ પાડતા કાયદાઓ સાથે આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ઉદ્યોગ આચરણોની શોધ કરવાની તાતી જરૂરિયાત છે.”
ભારતનો પ્લાસ્ટિક ઉદ્યોગ અર્થતંત્રની વૃદ્ધિનો મહત્ત્વનો ચાલક છે, જે ક્ષેત્રો જેમ કે ઓટોમોટીવ, બાંધકામ, ઇલેક્ટ્રોનીક્સ, હેલ્થકેર, ટેક્સ્ટાઇલ્સ અને એફએમસીજીમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ભારતની પ્લાસ્ટિક રિસાયક્લીંગની 13% સરેરાશ વૈશ્વિક સરેરાશ 9%થી વધી હોવાથી અને કેટલાક વિકસિત અર્થતંત્રોને પાછળ પાડતી હોવાથી રાષ્ટ્રનો મહત્ત્વાકાંક્ષી રિસાયક્લીંગ અભિગમનો ઉદ્દેશ પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા માટે વૈશ્વિક અગ્રણીઓને પ્રેરણા પૂરી પાડવાનો છે.