તમામ પ્રકારની જાણકારી અને કઠોર પગલા લેવામા આવી રહ્યા હોવા છતાં પ્લાસ્ટિક બેગથી પૂર્ણ રીતે મુક્ત થવામાં અમે હજુ સુધીસફળ થઇ રહ્યા નથી. ક્યારેક સુવિધાના કારણો આપીને તો ક્યારેક અન્ય કારણો આપીને અમે છટકબારી શોધી કાઢવાના પ્રયાસમાં રહીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ બાદ સિગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકથી સંપૂર્ણપણે મુક્ત થવા માટે સમાજસેવી સંસ્થાઓ અને સ્વૈચ્છિક રીતે કામ કરતા લોકો જારદાર રીતે સક્રિય થઇ રહ્યા છે. આમાં સફળતા પણ મેળવી રહ્યા છે. પ્લાસ્ટિકમાંથી મુક્તિને લઇને ખચકાટ અનુભવ કરતા લોકો માટે કેટલાક બાળકો દાખલા સમાન બની રહ્યા છે. જે પર્યાવરણને લઇને જારદાર રીતે આગળ આવી રહ્યા છે. વયની દ્રષ્ટિએ હજુ સુધી ટિનેજર સુધી પણ નહીં પહોંચેલા બાળકો તમામ માટે પ્રેરણાસમાન બની ગયા છે. તેમની પહેલને ઇન્ટરનેશનલ ચેંજ મેકર ઓલિમ્પિયાડજના માધ્યમથી લોંચ કરવામા આવી છે.
લક્ષ્મી, અનુષ્કા, નિત્યા, કવિન્યા અને અનુષ્કા આર નામની યુવતિઓ વિવિધ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ખાસ કરીને પર્યાવરણના ક્ષેત્રમાં જારદાર રીતે આગળ વધી રહી છે. આ બાળકીઓએ અનુભવ કર્યો હતો કે શાકભાજી લેવી હોય અથવા તો આયરન કરવામાં આવેલા વસ્ત્રો લેવા હોય તો રેશનિંગની ચીજા લેવી હોય અથવા તો સ્ટેશનરીની ચીજા લેવી હોય તો લોકો પ્લાસ્ટિકની થેલીઓનો ખુબ ઉપયોગ કરે છે. એપાર્ટમેન્ટ અને આસપાસની આ પ્લાસ્ટિક થેલીઓના વધારે વપરાશને ધ્યાનમાં લઇને ટિનેજર બાળકીઓ નવા પ્રયોગ સાથે મેદાનમાં આવી છે. આ સામાન્ય કામમાં પ્લાસ્ટિક થેલીઓના ઉપયોગના કારણે બાળકીઓ ચિંતાતુર દેખાઇ રહી હતી. આ બાળકીઓએ ત્યારબાદ પુસ્તકો, ઇન્ટરનેટ અને અન્ય માધ્યમોથી આ અંગે માહિતી મેળવી લીધી કે માત્ર એક વખત ઉપયોગમાં કરવામાં આવતા આ પ્લાસ્ટિક બેગ અથવા તો પ્લાસ્ટિકની થેલીઓ પ્રદુષણના મોટા માધ્યમ તરીકે છે.
બાળકીઓને એવી પણ માહિતી મળી કે આના એકમાત્ર સમાધાન તરીકે કેટલીક બાબતો રહેલી છે. કપડાની થેલીનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તે બાબતની આ બાળકોએ નોંધ લીધી હતી. મોટા લોકો આનો ઉપયોગ કેમ કરતા નથી. આ પ્રશ્ન મોટી વયના લોકોને પણ ત્યારબાદ કરવામાં આવ્યો હતો. મોટા ભાગના મોટી વયના લોકોના જવાબ હતો કે બજારમાં કપડાના જે બેગ મળે છે તે થોડાક વધારે મોંઘા છે. અર્થ એ થયો કે જા કપડાના સસ્તા બેગ અથવા તો થેલી ઉપલબ્ધ કરાવી દેવામાં આવે તો પ્લાસ્ટિકના વન ટાઇમ યુઝ બેગથી મુક્તિ મળી શકે છે. આ તમામ બાબતોની માહિતી મળી ગયા બાદ તરત જ ટીમ હેપ્પી બેગની શરૂઆત કરવામાં આવી હતી. બાળકોએ સૌથી પહેલા તો પોત પોતાના ઘરમાંથી જુના કપડા એકત્રિત કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમને ટુકડે ટુકડામાં કાપી નાંખ્યા હતા. ત્યારબાદ આ કાપવામાં આવેલા ટુકડાને ગ્લુની મદદથી ચોંટાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સુઇ દોરાની સાથે મજબુત સિલાઇ કરી હતી. જુના કપડાથી બનેલા બેગ કેટલાક તો ખુબસુરત પણ બની ગયા હતા. કેટલાક ખરાબ પણ બની ગયા હતા. જા કે નેક ઇરાદા સાથે કરવામાં આવેલા આ કામના પરિણામ ખુબ શાનદાર રહ્યા છે.
પ્લાસ્ટિક આ તમામ થેલીને લઇને આ બાળકો પોત પોતાના વિસ્તારમાં વેચવાની શરૂઆત કરી હતી. બાળકોના બનાવવામાં આવેલી થેલીઓને તમામે તરત જ ઓછી કિંમતો પર ખરીદી લીધી હતી. આ પહેલની લોકોએ પ્રશંસા પણ કરી છે. જેટલા બેગ પણ બનાવવામાં આવ્યા તે તમામ વેચાઇ ગયા હતા. બાળકો આ જાઇને ખુશ હતા કે આસપાસની દુકાનોમાંથી સોસાયટીમાં જે ચીજો આવી રહી હતી તે તેમના બેગમાં આવી રહી હતી. તમામ ચીજા માટે તેમની થેલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
આ એક મોટા પરિવર્તનની શરૂઆત બની શકે છે. આ બાળકોની પહેલ તમામ માટે દાખલા સમાન પણ છે. આ પહેલ કરવામા આવ્યા બાદ બાળકોએ મોટી યોજના તૈયાર કરી હતી. બાળકોએ આસપાસના વિસ્તારમાં પણ આ કામગીરી હાથ ધરી હતી. ખુબ વધારે પ્રમાણમાં જુના વસ્ત્રો એકત્રિત કરવામાં આવ્યા. ૬ણ મહિનાના ગાળામાં આશરે ૨૦૦ બેગ તૈયાર કરવામાં આવી હતી. તેમની સાથે અન્યો પણ જાડાઇ રહ્યા છે. આ બાબત જાણીને અમને ખુશી છે. અમારી બેગ પ્લાસ્ટિકની બેગની તુલનામાં સારી છે. અન્યો પણ આવી પહેલ પોત પોતાના વિસ્તારમાં કરી શકે છે.