પ્લાસ્ટિક : દરિયામાં પ્રદુષણનો ખતરો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પ્લાસ્ટિકના વિકલ્પોના લીધે પણ દરિયામાં પ્રદુષણનો ખતરો વધી શકે છે. હાલમાં આ સંબંધમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા બાદ આ વિકલ્પોને લઇને પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. રિપોર્ટમાં જે ચોંકાવનારી બાબત રજૂ કરવામાં આવી છે તે તમામને હેરાન કરે તેવી છે. દર વર્ષે  આશરે ૧.૨૭ કરોડ ટન પ્લાસ્ટિક દરિયામાં ધકેલાય છે. આ પ્લાસ્ટિકનો જથ્થો દરિયાઇ ેજીવ જન્તુ માટે સૌથી ખતરનાક સાબિત થઇ રહ્યા છે. દરિયાઇ જીવ જન્તુ આના કારણે ઝડપથી ખતમ થઇ રહ્યા છે. તેમના અસ્તિત્વની સામે પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. કાચબાઓના પણ શ્વાસ રુંઘાઇ જવાના કારણે મોત થઇ રહ્યા છે.

વ્હેલ પર ઝેરી શિકારના કારણે મોતને ભેંટી રહી છે. આ તમામ પ્રકારના ઘાતક પરિણામ પ્લાસ્ટિકનો જથ્થો દરિયામાં ધકેલાઇ જવાના કારણે આવી રહ્યા છે. આનો સામનો કરવા માટે કેટલાક દેશોએ પ્લાસ્ટિકના વિકલ્પો તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની શરૂઆત કરી છે. પરંતુ હવે બ્રિટનનમાં તો મંત્રીઓના એક જુથના રિપોર્ટમાં એવા પણ દાવો કરવામાં આવ્યો છે કે પ્લાસ્ટિકના વિકલ્પો દરિયામાં પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે સાબિત થઇ રહ્યા નથી. તે પણ ખતરનાક છે. આ પણ પ્લાસ્ટિકના કમની જેમ જ છે. આના સડી જવા માટે ખાસ પ્રકારની પરિÂસ્થતીની જરૂર હોય છે. તે સામાન્ય પ્લાસ્ટિકની થેલીઓ કરતા પણ પર્યાવરણ માટે વધારે ખતરનાક સાબિત થાય છે. કેટલીક બાયોડિગ્રેડેબલ બેગ વાસ્તવમાં નકલી હોય છે.

આ સામાન્ય રીતે ખોટા હોતા નથી. પર્યાવરણના થિન્ક ટેંક ગ્રીન એલાયન્સના કહેવા મુજબ બાયોડિગ્રેડેબલ શબ્દથી ગ્રાહકોને લાગે છે કે આને પર્યાવરણમાં છોડવાની બાબત યોગ્ય છે. જા કે હકીકતમાં તે દરિયાઇ પ્રદુષણને વધારે ખતરનાક બનાવી દે છે. ગુરૂવારના દિવસે પ્રકાશિત કરવામાં આવેલા પ્લાસ્ટિક અને ખાદ્ય તેમજ પીણા પેકેજિંગ પર આધારિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે સરકારને પ્લાસ્ટિકના પેકેજિંગના ઉપયોગને ખતમ કરવા માટે ધ્યાન આપવાની જરૂર છે. તેના વિકલ્પ પર ધ્યાન આપવાના બદલે તેને દુર કરવાની જરૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુછે કે આ રિસાઇક્લિંગની તુલનામાં વધારે મહત્વપૂર્ણ છે.

લોકોના વ્યવહારને બદલી નાંખવાની પણ જરૂર દેખાઇ રહી છે. પ્લાસ્ટિકના વિકલ્પનો ઉપયોગ કેટલીક ખાવા પીવાની ચીજવસ્તુઓ અને પીણાના કારોબાર સાથે જોડાયેલી કંપનીઓ કરી રહી છે. કારણ કે આ બાબત નક્કી કરવા માટે કોઇ મુળભુત માળખુ નથી કે તે યોગ્ય રીતે તુટી જાય. દેશના જુદા જુદા ભાગોમાં પ્લાસ્ટિક કચરાને દુર કરવા માટે બાળકો પણ હાલમાં લાગેલા છે. પ્લાસ્ટિકના વિકલ્પો પર પણ દરિયામાં પ્રદુષણનો ખતરો વધી શકે છે. પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી ચુકી છે. આ ઝુંબેશ જારી રહે તે માટે પ્રયાસ થઇ રહ્યા છે.

Share This Article