જે પ્લાસ્ટિકના કારણે અમારુ જીવન વધારે સરળ અને સુવિધાજનક બની ગયુ છે તે જ પ્લાસ્ટિકના કારણે આજે વધુને વધુ ખતરો ઉભો થઇ રહ્યો છે. માટી અને પાણીની સ્થિતીને બગાડી દેવામાં તેની ભૂમિકા રહેલી છે. સાથે સાથે પ્લાસ્ટિકના કારણે અનેક જીવલેણ બિમારી પણ ફેલાઇ રહી છે. આ વખતે પર્યાવરણ દિવસની મંગળવારના દિવસે ઉજવણી કરવામા આવી હતી. આ દિવસે કેટલાક મોટી પહેલ પણ કરવામા આવી હતી. જે અસરકારક છે. સાથે સાથે સ્વાગતરૂપ છે. પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા માટે ગઇકાલે તમામને કહેવામાં આવ્યુ હતુ. સરકારો, ઉદ્યોગો, જુદા જુદા સમુદાય અને સામાન્ય જનતાને પ્લાસ્ટિકના ઉપયોગને રોકી દેવા માટે કહેવામાં આવ્યુ હતુ. પર્યાવરણ દિવસના યજમાન દેશ તરીકે આ વખતે ભારત રહ્યા બાદ કેટલીક નવી પહેલ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી.
ખુબ ઓછા લોકોને આ અંગે માહિતી છે કે દુનિયાના સૌથી વધારે પ્લાસ્ટિકના ઉપયોગ કરનાર દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને છે. પ્લાસ્ટિકના ખતરાને તો ખુબ પહેલા જ અમે ઓળખી ગયા હતા. જો કે આ સંબંધમાં જેટલી જાગૃતાની જરૂર હતી તેટલી જાગૃતા આવી ન હતી. હવે જ્યારે ખતરનાક બાબત સપાટી પર આવી છે ત્યારે અમે ધ્રુજી ગયા છીએ. જેથી પ્લાસ્ટિકની સામે જંગ છેડી દેવામાં આવ્યો છે. દેશના જુદા જુદા શહેરોમાં પાઉચ અને પ્લાસ્ટિકની અન્ય ચીજો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હોવા છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ જારી છે. પાણીના પાઉચની સાથે સાથે ચા માટે વપરાતી પ્લાસ્ટિકની નાની પ્યાલીઓ, મસાલામાં વપરાતા પ્લાસ્ટીક સહિતની સંબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હોવા છતાં આનો ઉપયોગ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં રાજયોના અન્ય શહેરોમાં પણ આ પ્રકારે પ્લાસ્ટિક પર પ્રતિબંધની શકયતાઓ પ્રવર્તી રહી છે. હાલમાં કેટલાક શહેરોમાં પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે લેવાયેલા નિર્ણયની જાગૃત નાગરિકોમાં ભારે પ્રશંસા થઇ રહી છે. સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી શણની બેગ આપવાની પણ તત્પરતા દર્શાવવામાં આવી રહી છે. અને આ માટે ખાસ વ્યવસ્થા કરવાની તૈયારી બતાવી હતી. આખરે નાગરિકોના આરોગ્યની સલામતીને ધ્યાનમાં રાખીને આવા નિર્ણય કરવામાં આવ્યા છે.
પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે લોકોમાં ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લાસ્ટિકની ચીજોમાં કોઇ પણ પ્રકારની ગરમ ચીજો રાખવામાં આવે તો તેનાથી આરોગ્યને નુકસાન થાય છે. પ્લાસ્ટિકની પ્લેટમાં ગરમ ચીજો ખાવાથી આરોગ્યને ભારે નુકસાન થાય છે. પ્લાસ્ટિકની ચીજો વધુને વધુ રાખવાનો ક્રેઝ પણ વચ્ચેના ગાળામાં વધ્યો હતો. જો કે પર્યાવરણ નિષ્ણાંતોએ આની સામે વાધો ઉઠાવવામાં આવ્યા બાદ હવે બ્રેકની સ્થિતી જોવા મળે છે. જો કે પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણપણે રોકવામાં હાલમાં સફળતા મળે તેવી શક્યતા ઓછી છે. જો કે ધ્યાન આપવામાં આવે તે સમયની માંગ છે.