હાલના દિવસોમાં ભારત સહિત દુનિયાના કેટલાક દેશોના શહેરોના લોકો પ્રદુષણની સામે લડી રહ્યા છે. પ્રદુષણ ઘરની અંદર અને અન્યત્ર તમામ જગ્યાએ હોઇ શકે છે. આનાથી બચવા માટે નાસાએ કેટલાક છોડ ઘરની અંદર અને આસપાસ લગાવી દેવા માટેનુ સુચન કર્યુ છે. આના કારણે ઘરના પ્રદુષણની સામે લડવામાં મદદ મળે છે. આ છોડ પ્રદુષણની સામે રક્ષણ આપે છે. વાયુ પ્રદુષણ હાલના સમયની મોટી સમસ્યા બની રહી છે.
જેના કારણે દુનિયાના દેશો પરેશાન થયેલા છે. વિશ્વના દેશો વાયુ પ્રદુષણને રોકવા માટે જુદા જુદા જુદા સ્તર પર પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા (નાસા)એ વર્ષ ૧૯૮૯માં અંતરિક્ષ સ્ટેશનોમાં હવાને સાફ કરવા માટેના તરીકાને શોધી કાઢવા માટે એસોસિએટેડ લેન્ડસ્કેપ કોન્ટ્રેકર્સની સાથે મળીને એક અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. તેના કહેવા મુજબ પ્રકાશ સંશ્લેષણ ઉપરાંત કેટલાક ઘરની અંદર લગાવવામાં આવતા છોડ હવામાંથી બેન્જીન, ફાર્મ એલ્ડીહાઇડ તેમજ ટ્રાઇક્લોરોઇથીલીન જેવા ઝેરી એજન્ટોને દુર કરે છે. આ યાદીમાં રહેલા છોડની વાત કરવામાં આવે તો કેટલાક છોડ એવા છે જે હવામાંથી ઝેરી તત્વોને દુર કરવામાં મદદ કરે છે.
આ યાદીમાં રહેલા છોડની વાત કરવામાં આવે તો ગુલદાઉદી પ્રથમ સ્થાન પર છે. ગુલદાઉદીના છોડને એવી જગ્યાએ મુકવાની જરૂર હોય છે જ્યાં સીધી રીતે તાપની સ્થિતિ રહેતી નથી. સ્પાઇડર પ્લાન્ટને એરપ્લેન પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ હવામાં કાર્બન મોનોક્સાઇડ, ફાર્મ એલ્ડીહાઇડ તેમજ જાઇલીનના પ્રમાણને ઘટાડી દેવામાં મદદરૂપ બને છે. આ ઓછી જાળવણી ધરાવનાર છોડ તરીકે છે. તેમાં વધારે પવન અથવા તો પ્રકાશની જરૂર હોતી નથી. આ ઉપરાંત તેને સપ્તાહમાં બે ત્રણ વખતથી વધારે પાણી આપવા માટેની પણ જરૂર રહેતી નથી. તેને ઓફિસ અથવા તો લિવિંગ એરિયાની આસપાસ હેન્ગિંગ બાસ્કેટ અથવા તો અન્ય રીતે મુકી શકાય છે. આનાથી પ્રદુષણમુક્ત રહેવામાં મદદ મળે છે. આ છોડ પાળતુ પ્રાણીઓ માટે પણ સંપૂર્ણ સુરક્ષિત છે. તેમાં ઝેરી તત્વો નથી. આવી જ રીતે સ્નેક પ્લાન્ટ પણ ઉપયોગી અને મદદરૂપ બને છે.
નાસાના અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે સ્નેક પ્લાન્ટ એવા પાંચ પ્રદુષણવાળા તત્વો પૈકી ચારને ઘટાડી દે છે જે સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ અથવા તો ખરાબ ઇનડોર વાયુ ગુણવત્તાના કારણે અસ્વસ્થ અનુભવ કરવાની સ્થિતિ માં યોગદાન આપે છે તેને ઘટાડી દેવામાં ઉપયોગી સાબિત થાય છે. પ્રદુષણને ઘટાડી દેવામાં આ છોડ એક સુપર યોદ્ધા તરીકેની ભૂમિકા અદા કરે છે. આ બેન્જીન, ફાર્મ એલ્ડીહાઇડ અને ટ્રાઇક્લોરોઇથીલીન જાઇલીન તેમજ ટોલુઇનના પ્રમાણને ખતમ કરી શકે છે. આ છોડ પાળતુ પ્રાણીઓ માટે ઝેરી છે. પાળતુ પ્રાણીઓ તેની નજીક ન આવે તે જરૂરી છે. કોર્નસ્ટોક અને રેડ એજડ ડ્રેકનાને પ્રદુષણકારી તત્વોને ખતમ કરવા માટે ઉપયોગી ગણવામાં આવે છે. કોર્નસ્ટોક અને રેડ અજેડ ડ્રેકેના હવામાંથી બેન્જીન ફાર્મ એલ્ડીહાઇડ તેમજ ટ્રાઇક્લોરોઇથીલીનને દુર કરે છે.
આ છોડ નમીવાળી માટીમાં રૂમના તાપમાનમાં ૧૨ ફુટ સુધી વધી શકે છે. તેમને સીધી રીતે તાપમાં રાખી શકાય નહીં. તેમને પરદાવાળા દરવાજાની પાસે અથવા તો ખુલેલી બારીની પાસે રાખવામાં આવે તો ફાયદો વધારે થાય છે. પાળતુ પ્રાણીથી દુર રાખવામાં આવે તે જરૂરી છે. આ પણ એક સુપર પ્લાન્ટ તરીકે છે. જે સ્નેક પ્લાન્ટની જેમ આ બેન્જીન, ફાર્મ એલ્ડીહાઇડ અને ટ્રાઇક્લોરોઇથીલીન જાઇલીન તેમજ ટોલુઇનના પ્રમાણને ખતમ કરી શકે છે. તેને થોડાક વધારે પ્રમાણમાં કાળજીની જરૂર હોય છે. કારણ કે તેની માટીને નમીવાળી રાખવાની જરૂર હોય છે. તેને તીવ્ર રોશનીમાં રાખવાની જરૂર હોય છે. તેને સીધી રીતે તાપના સંપર્કમાં આવવાથી બચાવવાની જરૂર છે.
આ ઉપરાંત તે સુપર પ્લાન્ટ આપના પાલતુ જાનવરો માટે પણ પૂર્ણ રીતે સુરક્ષિત છે. એક અગ્રણી મેગેઝિનમાં આ અંગે હેવાલ પ્રકાશિત કરાયા બાદ આની ચર્ચા જાવા મળી રહી છે. પ્રદુષણને લઇને તમામ લોકો પરેશાન છે ત્યારે નાસાએ કેટલાક એવા છોડ ઘરની અંદર અને આસપાસ રાખવા માટે કહ્યુ છે જેના કારણે પ્રદુષણની સામે લડી શકાય છે.