વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ એક એવી ટેકનોલોજી વિકસિત કરી છે જેના કારણે વિમાનમાં ખામી થવાની સ્થિતિમાં માહિતી મળી શકશે. આ ગુપ્ત અને કૃતિમ ટેકનીકને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સ્વીનબર્ન યુનિવર્સિટીના નિષ્ણાંતોની એક ટૂકડીએ દાવો કર્યો છે કે આ ટેકનોલોજી વિમાનોને વધારે સુરક્ષિત બનાવશે. વિમાનોના જુદા જુદા ભાગોમાં સુરક્ષા સંબંધિત ચકાસણીને વધુ આધુનિક બનાવશે. આ ઉપરાંત વિમાનના નિર્માણમાં ઉપયોગ થનાર કાર્બન ફાયબર જેવા મિક્સ મેટેરિયલ (કમ્પોઝિટ)ના સ્કેનના આંકડા મેળવી લઈને એક ઓટોમેટિક વ્યવસ્થા વિકસિત કરવામાં આવી રહી છે. આ ટેકનીક મારફતે ખામીનું નિરીક્ષણ કરી શકાશે.
આમા ખામીની નિરીક્ષણની પ્રક્રિયા વધુ ઝડપથી થશે અને ખામીઓને વહેલી તકે દૂર કરવામાં મદદ કરી શકાય છે. યુનિવર્સિટીના સરંક્ષણ વિભાગના સીઈઓ ડા. માર્ક હોઝે કહ્યું છે કે પ્રમાણિત કરવા માટે મિક્સ્ડ મેટરિયલના સ્કેનનું નિરીક્ષણ કરનાર ટેકનોલોજીને લઈને હજુ અભ્યાસની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ નવી ટેકનોલોજીમાં કોઈ પણ પ્રકારની ખામી ગંભીર પરિણામ લાવી શકે છે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની સ્થિતિમાં ઘણા લોકોના મોત થઈ શકે છે.
આ ઉપરાંત જંગી નાણાંનું પણ નુકસાન થાય છે જેથી વિમાનોમાં ખામી શોધી કાઢવા સાથે સંબંધિત ટેકનોલોજી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આ ટેકનોલોજી તૈયાર કરતી વેળા ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. કોઈ પણ પ્રકારની ખામી ઊભી ન થાય તે માટે તમામ સુરક્ષા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે.