પક્ષી અથડાયું અને આકાશમાં જ ક્રેશ થઈ ગયું વિમાન, 42 લોકોના મોત

Rudra
By Rudra 1 Min Read

અઝરબૈજાનથી રશિયા જઈ રહેલુ પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ થયુ છે. ફ્લાઈટમાં 67 લોકો સવાર હતા. કઝાકિસ્તાનના ઈમરજન્સી મંત્રાલયનું કહેવું છે કે આ દુર્ઘટનામાં 42 લોકોના મોત થવાની આશંકા છે. મોતનો આંકડો વધે તેવી પણ શક્યતા છે. વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોઝની જઈ રહ્યું હતું. પક્ષીઓના ટોળા સાથે અથડાયા બાદ વિમાનને નુકસાન થયું હતું. આ અકસ્માત રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાના પ્રયાસ દરમિયાન થયો હતો. જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું તે અઝરબૈજાન એરલાઈન્સનું હતું.

કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા વિમાનમાં ૬૨ મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. અઝરબૈજાને એરલાઈન્સને ટાંકીને જણાવ્યું હતું કે દુર્ઘટનાનું કારણ વિમાન અને પક્ષીઓના ટોળા વચ્ચે ટક્કર થઇ હતી. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક પ્લેન જમીન પર ક્રેશ થતું અને આગના ગોળામાં ફેરવાઈ રહ્યું છે. અઝરબૈજાન એરલાઈન્સ તરફથી અકસ્માત અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. તાજેતરમાં જ બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા 10 લોકો પ્લેનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. બ્રાઝિલની સિવિલ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું કે આ ઘટનામાં જમીન પર બેઠેલા એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

Share This Article