મધ્ય પ્રદેશના રીવામાં વિમાન મંદિરની ટોચ પર અથડાયું, પાયલટનું મોત, ટ્રેની પાયલટ ગંભીર રીતે ઘાયલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં ગુરુવારની રાતે એક ટ્રેની વિમાન દુર્ઘટનાનો શિકાર થઈ ગયું હતું. દુર્ઘટનામાં વિમાનના પાયલટનું મોત થઈ ગયું છે, જ્યારે ટ્રેની પાયલટ ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે ઉમરી ગામના કુર્મિયાન ટોલા પાસેથી પ્લેન ક્રેશ થયું હોવાની સૂચના મળી હતી. આપને જણાવી દઈએ કે, રીવામાં પાલ્કન એવિએશન એકેડમી કેટલાય વર્ષોથી પાયલટ ટ્રેનિંગ ઈંસ્ટીટ્યૂટ ચલાવી રહ્યું છે. આ કંપની વિમાન દ્વારા વિમાન ઉડાનની ટ્રેનિંગ આપે છે. ચોરહટા થાના પ્રભારી અવનીશ પાંડેના જણાવ્યા અનુસાર, પોલીસને ગુરુવારની રાતે સૂચના મળી હતી કે, ઉમરી ગામના કુર્મિયાન ટોલા પાસે એક પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એક મંદિરના ગુંબજ સાથે અથડાઈને ક્રેશ થઈ ગયું હતું.

ગામ લોકોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ગુરુવારે રાતની આસપાસ થઈ હતી. ઘટનાની જાણ થતાં ડીએસપી ઉદિત મિશ્રા, ચોરહટા પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક અવનીશ પાંડે તથા ગુઢ પોલીસ પ્રભારી અરવિંદ સિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કહેવાય છે કે, પાયલટ કેપ્શન વિમલ કુમાર પિતા રવિન્દ્ર કિશોર સિન્હા ટ્રેની પાયલટ ૨૨ વર્ષના સોનૂ યાદવને લઈને ટ્રેનિંગ પર ઉડાન ભરી રહ્યા હતા.

ધુમ્મસ હોવાના કારણે ગામનું મંદિર દેખાયું નહીં અને પ્લેન તેની સાથે ટકરાઈ ગયું. વિમાન મંદિર સાથે અથડાતા જોરદાર ધમાકો થયો હતો. પ્લેનનો કાટમાળ ચારેતરફ ફેલાઈ ગયો હતો. ઘરની અંદર ગાઢ નિંદરમાં સુઈ રહેલા લોકો બહાર આવી ગયા હતા. ગામલોકોએ પોલીસને આ ઘટનાની સૂચના આપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરુવારની રાતે લગભગ ૧૧.૦૦ કલાકે હવાઈ પટ્ટી પરથી ઉડાન ભર્યાના થોડા કલાકોમાં જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. જે બાદ ઘટનાસ્થળે પહોંચેલી પ્રશાસનિક ટીમે તાત્કાલિક બંને ઘાયલ પાયલટને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દીધા.

અહીં સારવાર દરમિયાન મુખ્ય પાયલટ કેપ્શન વિમલનું મોત થઈ ગયું તો વળી અન્ય એક સાથી પાયલટ સોનૂ યાદવ જે ટ્રેનિંગ લઈ રહ્યો હતો, તે ગંભીર રીતે ઘાયલ થયો છે. પ્લેન હાલમાં ટ્રેની ઉડાન પર હતું. જેની પાસે એટીસીની પરમિશન હતી

Share This Article