વિમાન વીજળીના થાંભલામાં ધુસ્યું, ૯૦ હજાર લોકો મૂકાયા મુશ્કેલીમાં, પોલીસે આપી ચેતવણી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમેરિકાના મેરિલેન્ડમાં રવિવારે રાતે એક નાનકડું વિમાન વીજળીના થાંભલામાં ઘૂસી ગયું અને ત્યારબાદ હજારો લોકોના ઘરમાં બત્તી ગૂલ થઈ ગઈ. આ ઘટના મોન્ટગોમેરી કાઉન્ટીમાં ઘટી. આ ઘટનામાં હજુ ઘાયલ હોવા અંગેની કોઈ જાણકારી સામે આવી નથી. બે લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે. વોશિંગ્ટન પોસ્ટે સ્થાનિક અધિકારીઓના હવાલે આ માહિતી આપી. આ પ્લેન ક્રેશના કારણે સમગ્ર મોન્ટગોમરી કાઉન્ટીમાં ૯૦ હજાર ઘરો અને કોમર્શિયલ એકમોની વીજળી જતી રહી. જેનો અર્થ એ છે કે કાઉન્ટીના એક ચતુર્થાંશ ભાગના લોકો વીજળી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.

મોન્ટગોમરી કાઉન્ટીના પોલીસ વિભાગે ટ્‌વીટ કરીને કહ્યું કે રોથબરી ડો એન્ડ ગોશેન આરડી વિસ્તારમાં એક નાનકડું વિમાન વીજળીના થાંભલા સાથે અથડાયું. જેના કારણે કાઉન્ટીમાં વીજળી ગૂલ થઈ ગઈ. @Mcfrs ઘટનાસ્થળે છે. એમ પણ કહ્યું કે મહેરબાની કરીને આ વિસ્તારથી દૂર રહો કારણ કે અહીં અનેક તાર છે, જેમાં કરન્ટ પસાર થઈ રહ્યો છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટ મુજબ સિંગલ એન્જિનવાળું મૂને સ્૨૦ત્ન વિમાન રવિવારે સાંજે ૫.૪૦ વાગે (સ્થાનિક સમય મુજબ) વીજળીના થાંભલા સાથે ટકરાયું અને તેમાં ફસાઈ ગયું. અકસ્માતની તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે વિમાન વીજળીના થાંભલા પર ૧૦૦ ફૂટ ઉપર લટકેલું છે. વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યાં મુજબ વરસાદની સીઝન હોવાના કારણે વિમાન કોમર્શિયલ એરિયાની નજીક ક્રેશ થઈ ગયું. હાલ એ જાણકારી નથી કે આ અકસ્માત કેમ થયો. એક અંદાજા મુજબ વિમાન કદાચ ૧૦ માળ ઊંચા વીજળીના તાર સાથે ટકરાયું હશે. હાલ તેની તરત પુષ્ટિ થઈ શકી નથી. વિમાન અકસ્માતની તપાસ થઈ રહી છે.

Share This Article