મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. મુંબઇના સર્વોદય નગરમાં ગુરુવારે એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થઇ ગયુ હતુ. વિમાનમાં બેઠેલા ચાર લોકો ઉપરાંત રસ્તા પર રહેલા એક વ્યક્તિનું પણ મોત થઇ ગયુ હતુ.
મરનાર વ્યક્તિમાં બે મહિલાઓ પણ હતી. વિમાન મુંબઇના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયુ છે. બપોરે 1.15 વાગ્યાની આસપાસ પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની હતી. વિમાનનુ મોડલ વીટી યુ પી ઝી કિંગ એર સી90 હતું. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઇ છે.
પહેલા ખબર આવી હતી કે આ પ્લેન ઉત્તરપ્રદેશ સરકારનું છે. તપાસ કરતા ખબર પડી કે આ પ્લેન ઉત્તરપ્રદેશ સરકારનું હતુ પરંતુ તેને મુંબઇની એક કંપનીને વેચવામાં આવ્યુ હતું. પ્લેન જૂહુના એરપોર્ટ તરફ આગળ વધી રહ્યુ હતું. અચાનક જ જાગૃતિ બિલ્ડિંગની આસપાસ ક્રેશ થઇ ગયુ હતું. જ્યારે પ્લેન ક્રેશ થયુ ત્યારે તેમાં અચાનક જ આગ લાગી ગઇ હતી. આગ લાગતા જ તેમાં રહેલા 5 વ્યક્તિના મૃત્યુ થયા હતા.