પિંકની તમિળ રીમેકમાં હવે જાન્હવી કેમિયો કરવા તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : પોતાના મોત પહેલા બોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીની ઇચ્છા હતી કે તેમના પતિ બોની કપુર પિન્કની તમિળ રીમેક ચોક્કસપણે બનાવે. હવે શ્રીદેવીની આ ઇચ્છા પૂર્ણ થવા જઇ રહી છે. એવા અહેવાલ મળ્યા છે કે બોની કપુર હવે પિન્કની રિમેક ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં જાન્હવી કપુર કામ કરનાર છે. બોનીએ તમામ તૈયારી કરી લીધી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ભૂમિકામાં તમિળ સ્ટાર અજિત અદા કરનાર છે. જ્યારે બોની કપુરની પુત્રી જાન્હવીને જ ફિલ્મમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે ફિલ્મમાં લીડ રોલ અદા કરવા જઇ રહી નથી પરંતુ તે કેમિયોમાં કામ કરતી નજરે પડનાર છે.

ફિલ્મની પટકથા ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહી છે. જાન્હવી પણ બોલિવુડમાં ધડક ફિલ્મ સાથે એન્ટ્રી કરી ચુકી છે.  પિન્ક ફિલ્મની રીમેકનુ નામ એકે ૫૯ રાખવામાં આવ્યુ છે. જાન્હવી કપુર બોલિવુડમાં હાલમાં કેટલીક મોટી ફિલ્મ ધરાવે છે. જેમાં તે રોલ કરવા માટે આશાવાદી છે. પિન્ક ફિલ્મને લઇને તમામ ચાહકો તરફથી ખુબ સારી પ્રતિક્રિયા મળી હતી. જાન્હવી કપુર હાલમાં બોલિવુડમાં સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે છે. તે તમામ નિર્માતા નિર્દેશકો સાથે કામ કરવા માટે ઇચ્છુક છે.

પોતાના માતા શ્રીદેવીની જેમ પડકારરૂપ રોલ કરવા માટે પણ તૈયાર છે. હાલમાં  તેની સ્પર્ધા સારા અલી ખાન સાથે હોવાનો અભિપ્રાય મોટા ભાગના ચાહકો વ્યક્ત કરી રહ્યા છે. બોલિવુડમાં સ્ટાર કિડ્‌સની બોલબાલા સતત વધી રહી છે. એક પછી એક સ્ટાર કિડ્‌સની એન્ટ્રી થઇ રહી છે. હવે ચંકી પાન્ડેની પુત્રી પણ એન્ટ્રી કરવા જઇ રહી છે. તે સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે સજ્જ છે. આની તૈયારી પણ કરી લેવામાં આવી છે.

Share This Article