એક ફિલ્મ, જેમાં એક સામાજિક સંદેશ પણ છે, બત્તીગુલ મિટર ચાલુ એ સમગ્ર દેશમાં ચાલતા ઇલેક્ટ્રીસિટી પૂરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવતી ખોટા કારનામાથી સામાન્ય લોકોને જે મુશ્કેલી પડે છે, તેના પર પ્રકાશ ફેંકતી ફિલ્મ છે. ટોઈલેટ એક પ્રેમકથાથી જાણિતા એવા ડિરેક્ટર શ્રીનારાયણ સિંઘ દ્વારા ડિરેક્ટ આ મૂવીમાં શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર, દિવ્યેન્દુ શર્મા અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે. બત્તી ગુલ મિટર ચાલુએ એક એવી ફિલ્મ છે, જે એક સુસંગત પ્રશ્ન, એક ફંડામેન્ટર હક્ક અને એક જરૂરી એમેનિટી અંગે ચર્ચા કરે છે, જેને આપણા દેશના ઘણા હિસ્સામાં સામાન્ય લોકો સુધી પહોંચી શકી નથી – તે છે ઇલેક્ટ્રીસિટી. એન્ડપિક્ચર્સ નયે ઇન્ડિયા કા બ્લોકબસ્ટર મૂવી ચેનલ તૈયાર છે, બત્તી ગુલ મિટર ચાલુના પ્રિમિયર માટે રવિવાર, ૧૪ એપ્રિલ, સવારે ૧૧.૩૦ વાગે અભિનેતાઓ વચ્ચેની હૃદયસ્પર્શી મિત્રતા ઉપરાંત સંગીત પણ દર્શકોમાં હિટ રહ્યું છે. મૂવીના સંગીત આલ્બમમાં હર હર ગંગે, દેખતે દેખતે, ગોલ્ડ તાંબા અને હાર્ડ હાર્ડ જેવા ચાર્ટબસ્ટરનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર ૧૦૦ મિલિયનથી પણ વધુની હિટની સાથે આ દરેક ગીતો અત્યંત હિટ રહ્યા છે.
ઉત્તરાખંડના ટેહરી ગામ પર આધારીત બત્તી ગુલ મિટર ચાલુમાં ત્રણ મિત્રો નૌટી (શ્રદ્ધા કપૂર), એસ કે (શાહિદ કપૂર) અને ત્રિપાઠી (દિવ્યેન્દુ શર્મા)ના જીવન પર આધારીત છે. વાર્તાની શરૂઆત ઉત્તરાખંડની પહાડીઓથી થાય છે, જ્યાં એસકે, એક સ્કીમ કરતો વકીલ છે, જે કાળા કામ કરતા સ્થાનિક બિઝનેસ મેનને બ્લેકમેલ કરીને કામ કરે છે. નૌટી એ એક ઉભરતી ફેશન ડિઝાઈનર છે, જેનું પોતાનું બુટિક છે, જ્યારે ત્રિપાઠીએ પોતાનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છે છે. આ ત્રણેય અવિભાજ્ય છે અને તેની મિત્રતા અતૂટ છે. પરંતુ તેમના જીવનમાં એક અત્યંત ખરાબ વણાંક આવે છે, જ્યારે ત્રિપાઠીના નવા બિઝનેસ સેટઅપની અથડામણાં તેની સામે ૫૪ લાખ જેટલું મોટું વિજળીનું બિલ આવે છે! ત્રિપાઠી પર લોનની પુનઃચુકવણી અને તેના બિઝનેસને બચાવવાના સખત તનાવ માંથી પસાર થાય છે અને તે એક એવું પગલું ભરે છે, જેનાથી ફિલ્મમાં મોટો વણાંક આવે છે. ફિલ્મના બીજા ભાગમાં એસકેની મહેનતને દર્શાવવામાં આવી છે અને એક રસપ્રદ કોર્ટરૂમ નાટક શરૂ થાય છે, જ્યારે તે તેની હરિફ વકિલ ગુલનાર રિઝવી (યામી ગૌતમ)ને મળે છે, જે પાવર કંપનીની રજૂ કર્તા છે. જેમ જેમ વાર્તા આગળ વધતી જાય છે, દર્શકો એસકેના પાત્રની અલગ જ બાબતને જોશે, કારણકે, તે તેના એકમદ ચપળ વિચારોનો ઉપયોગ કરીને સામાન્ય લોકોને ન્યાય આપવામાં મદદ કરે છે.