પ્રેમ અને કપટની એક વાર્તા, જે એક ફાઈટ ક્લબના બેકગ્રાઉન્ડ પર આધારીત છે. જે તમારા માટે બાગી છે. ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર બંને રોની અને સિયાના પાત્રમાં અનુક્રમે જોવા મળી રહ્યા છે, સબ્બિર ખાન દ્વારા ડિરેક્ટ આ ફિલ્મમાં. બાગીએ અદ્દભુત દ્રશ્યો બતાવવા માટે માર્શલ આટ્ર્સની કુશળતાની સાથે પ્રેમ અને સમર્પણની વાર્તા છે. વિકએન્ડ મૂવી મેરેથોનના ભાગરૂપે બાગી પ્રસારિત કરવામાં આવશે, ૨જી જૂનના રોજ બપોરે ૨ વાગે, એન્ડપિક્ચર્સ, નયે ઇન્ડિયા કા બ્લોકબસ્ટર મૂવી ચેનલ પર.
આ મૂવીની વાર્તા રોનીની આસપાસ ફરે છે, જે, ‘કલારી’ (એક કેરાલાની માર્શલ આર્ટ સ્કુલ છે, જે ‘કલારી પયાટ્ટુ’ નામની પ્રાચીન માર્શલ આર્ટ ફોર્મને શિખવે છે) શિખવા માટે આવે છે. તે એક અભિનેત્રી બનવા ઇચ્છતી છોકરી સિયાના પ્રેમમાં પડે છે, જે પહેલાથી જ બળવાખોર છે. પરંતુ, એક ગેરસમજ, એક વિનયી પિતા અને એક બદનામ વિલન તેને તેનાથી દૂર રાખે છે. રાઘવ (સુધીર બાબુ), એક બેંગકોક આધારીત શક્તિશાળી બિઝનેસમેન સિયાનું અપહરણ કરે છે. સિયાના પિતા પી. પી. ખુરાના (સુનિલ ગ્રોવર) રોનીની પાસે જાય છે, જેનાથી તે રાઘવની પડકમાંથી સિયાને બચાવી શકે.
એક હેતુવગરના બાગીથી લઇને એક કારણ સાથેનો બળવાખોર રોની મદદ કરવા માટે તૈયાર થાય છે.