આદિત્ય નારાયણની દિકરી ત્વિષાની તસ્વીરો સોશિયલ મિડીયા પર છવાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સિંગર આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨નાં દીકરીને જન્મ આપ્યો હતો. જાેકે કપલે ૪ માર્ચ ૨૦૨૨નાં દીકરીનાં જન્મની જાહેરાત કરી હતી. હાલમાં તેમર્ની લાડકી ત્રણ મહિનાની થઇ ગઇ છે.આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ હાલમાં તેની પેરેન્ટહૂડ લાઇફ એન્જાેય કરી રહ્યો છે.

કપલેઆ વર્ષે સુંદર દીકરીને જન્મ આપ્યો છે. જેનું નામ ત્વિષા છે. ત્વિષાનાં જન્મ બાદથી નારાયણ ફેમિલીની ખુશીઓમાં ચાર ચાંદ લાગી ગયા છે. ત્વિષાને નારાયણ પરિવારની આંખોનો તારો કહેવામાં કંઇ જ ખોટું નથી. ત્વિષા પરિવારનો એ તારો છે જેની ચમકથી આખુ નારાયણ હાઉસ ચમકી ઉઠ્‌યું છે.

કપલ ઘણી વખત તેમની લાડકીની તસવીરો શેર કરતાં રહે છે. આદિત્યએ તેની નાનકડી પરીનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ બનાવી દીધુ છે. જેમાં તેઓ ત્વિષાની સુંદર સુંદર તસવીરો શેર કરતાં રહે છે.  હાલમાં કપલે તેમની લાડકીની સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે પિંક કલરનાં કપડામાં લપેટાયેલી છે.

માથે ક્યુટ હેરબેન્ડ લગાવી છે. સફેદ બેડ પર સુતેલી તે ખુબજ ક્યુટ લાગે છે.

Share This Article