સોશિયલ મિડિયાના સમયમાં આપના ફોટાને કોઇ પણ વ્યક્તિ ડાઉનલોડ ન કરી શકે તે માટેના તમામ પ્રયાસો કરવા જોઇએ. સાથે સાથે આના માટે અન્ય વિકલ્પ પર ધ્યાન આપવાની જરૂરદેખાઇ રહી છે. ટેગિંગ માટેના વિકલ્પ લોક રાખવામાં આવે તેવી ઇચ્છા તમામ નિષ્ણાંતો રાખે છે. એવી કોઇ બાબતને સોશિયલ મિડિયા પર શેયર કરવી જોઇએ નહીં જેને મોડેથી તમે ડિટિલ કરવાની ઇચ્છા રાખો છો. ડિજિટલ વર્લ્ડમાં ડિલિટ થયા બાદ પણ ડેટા રહે છે. તે બાબતની માહિતી તમામ પાસે રહે તે જરૂરી છે. ફેક અને ઓરિજનલ કન્ટેન્ટને કઇ રીતે ઓળખી કાઢવામાં આવે તે માટે પણ યુવા પેઢી સતત પ્રશ્નો કરતી રહે છે.
જો કોઇ વ્યક્તિને માત્ર સમાચારની દુનિયામાં જ રસ છે તો માત્ર વિશ્વસનીય સમાચાર ચેનલ પર જ ધ્યાન આપવાની જરૂર હોય છે. કેટલીક ચીજો ભ્રામક લાગે તો સર્ચ એન્જિન પર જઇને તપાસ કરવામાં આવે તે જરૂરી છે. કોઇ સમાચારને લઇને સમર્થન ન મળે તો તેવા પ્રકારના સમાચાર અન્યો સાથે શેયર કરવા જોઇએ નહીં. આવા ખતરનાક પ્રયોગો કરવાથી બચવાની જરૂર છે.
કોઇની ભાવનાને ઠેસ પહોંચે તો તેવા પ્રયાસો કરવા જોઇએ નહીં. ફોટો ડાઉનલોડ ન થાય અને ફેક ન્યુઝ તમારા તરફથી શેયર ન થાય તે દિશામાં ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. આતમામ બાબતોને ધ્યાનમાં લઇને કેટલીક ખતરનાક પ્રવૃતિના શિકાર થવાથી બચી શકાય છે.