મૃત્યુ અટલ છે, જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.
મહાકાવ્ય મહાભારતના સૌથી પ્રસિદ્ધ પાત્ર એટલે ગંગા પુત્ર ભીષ્મ. જેઓને આપણે ભીષ્મ પિતામહ તરીકે પણ જાણીતા છે. ભીષ્મ પિતામહનું નામ દેવવ્રત હતું.
તેઓ આજીવન અવિવાહિત રહેશે અને ક્યારેય પણ હસ્તિનાપુરના સિંહાસન પર બિરાજશે નહિ તેવુ વચન તેમણે તેમની સાવકી માતા સત્યવતીને વચન આપ્યું હતું. તેઓની આ પ્રતિજ્ઞાને કારણે આજે પણ ભીષ્મ પ્રતિજ્ઞા શબ્દ ખૂબ જ પ્રચલિત છે. આ જ કારણે મહારાજ શાંતનું એ ભીષ્મને ઇચ્છા મૃત્યુનું વરદાન આપ્યું હતું. તે મુજબ જ્યાં સુધી તેઓ હસ્તિનાપુરનું સિંહાસનને સુરક્ષિત હાથોમાં સોંપશે નહિ, ત્યાં સુધી તેઓ મૃત્યુને આલિંગન કરી શકશે નહિ.
ભીષ્મ પિતામહનું મૃત્યુનું કારણ વિધાતાએ આ રીતે નક્કી કરી રાખ્યું હતુ, જે કાશીના રાજાની પુત્રી અમ્બા સાથે સંબંધિત છે.
ભીષ્મ એટલા શક્તિશાળી હતી કે તેમને પરાજીત કરવા અશક્ય સમાન હતું. તેમના જીવતા રહેવાથી પાંડવોની જીત અશક્ય હતી. ભીષ્મએ પોતાની માતા સત્યવતીને વચન આપેલું હતું કે તેઓ ક્યારેય પણ હસ્તિનાપુરના સિંહાસન પર બિરજમાન થશે નહિ અને આજીવન સિંહસન પ્રત્યે વફાદાર રહેશે. સત્યવતીએ આ વચન પોતાના પુત્રને રાજ ગાદી પર બેસાડવાના હેતુથી મેળવ્યું હતું.
સત્યવતી અને શાંતનુને બે પુત્ર હતા ચિત્રાંગદા અને વિચિત્રવીર્ય. પુત્રોના જન્મ બાદ થોડા સમય બાદ જ શાંતનુંનો સ્વર્ગવાસ થઇ ગયો અને સિંહાસન ખાલી થઇ ગયું. બન્ને રાજકુમાર નાના હતા તેથઈ ભીષ્મએ રાજા બન્યા વગર રાજ્યનો કાર્યભાર સંભાળ્યો. બાદમાં, ચિત્રાંગદને હસ્તિનાપુરના રાજા બનાવવામાં આવ્યાં, પરંતુ અન્ય રાજાએ ચિંત્રાગદને મારી નાંખ્યો. વિચિત્રવીર્યમાં રાજા બનવાના કોઇ ગુણ હતા નહિ, તે હંમેશા મદિરાના નશામાં રહેતો હતો, પરંતુ તેના સિવાય અન્ય કોઇ સિંહાસન પર બિરાજમાન થઇ શકે તેમ ન હતું, તેથી તેને રાજગાદી સોંપવામાં આવી.
તે સમયે કાશીના રાજાએ પોતાની ત્રણેય કન્યાઓ માટે સ્વયંવરનું આયોજન કર્યું, પરંતુ હસ્તિનાપુરને સંદેશ મોકલાવ્યો નહિ, કારણ કે વિચિત્રવિર્યના સ્વભાવથી સૌ કોઇ પરિચિત હતા. આ વાત ભીષ્મને અપમાનજનક લાગી અને તેઓએ કાશી જઇને હાહાકાર મચાવી દીધો અને ત્રણેય રાજકુમારીયોનું અપહરણ કર્યું અને તેમના લગ્ન વિચિત્રવીર્ય સાથે નક્કી કર્યાં. રાજકુમારી અંબાએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે મહારાજ શાલ્વને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરી લીધા હતા, પરંતુ આપના આ કૃત્યએ મારો અધિકાર મારીથી છીનવી લીધો છે, એટલે હું હવે આપની સાથે જ વિવાહ કરીશ કારણે કે આપે મારૂં અપહરણ કર્યું છે. ત્યારે ભીષ્મએ તેમની ક્ષમા માગી અ કહ્યું કે દેવી.. હું બ્રહ્મચારી છું અને મારૂ વચન તોડી શકું તેમ નથી, આપનું હરણ મેં વિચિત્રવીર્ય માટે કર્યું છે.
આ વાત પર ક્રોધિત થઇ અમ્બા ભગવાન શિવની તપસ્યા કરે છે અને પોતાના માટે ન્યાય માંગે છે. ત્યારે ભગવાન શિવ તેને વચન આપે છે કે તે પોતાના પછીના જન્મમાં ભીષ્મના મૃત્યુનું કારણ બનશે. ત્યારબાદ અમ્બા પોતાના અમ્બા સવરૂપનો ત્યાગ કરે છે અને મહારાજ દ્રુપદને ત્યાં શિખંડીના રૂપમાં જન્મ લે છે, જે અર્ધ નર અને અર્ધ નારીનું સ્વરૂપ છે.
ઘણા સમય બાદ કૌરવો તથા પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે, ત્યારે પિતામહ ભીષ્મની સામે પાંડવ સેનાનું ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. તેઓને પોતાની જીત નિશ્ચિત કરવા માટે ભીષ્મનું મૃત્યુ જરૂરી હતું, ત્યારે ભગવાન કૃષ્ણ આ સમસ્યાનું સમાધાન સૂચવે છે. અર્જુનના રથ પર અમ્બા અર્થાત શિખંડીને ઉભો રાખી દે છે, જો કે શિખંડી અર્ધ નર હતો એટલે યુદ્ધ ભૂમિમાં આવી શકતો હતો અને અર્ધ નારી પણ હતો એટલે ભીષ્મએ કહ્યું કે તે કોઇ નારી પર પ્રહાર કરશે નહિં. આ પ્રકારે શિખંડી અર્જુનની ઢાલ બને છે અને અર્જુન તેની આડમાં પિતામહને બાણ શૈય્યા પર સુવડાવી દે છે અને આ રીતે અમ્બાનો બદલો પુરો થાય છે.
ભીષ્મ પિતામહ યુદ્ધ સમાપ્તિ સુધી બાણ શૈય્યા પર જ રહે છે. તે મૃત્યુની ઇચ્છા ત્યાં સુધી કરી શકતાં ન હતા, જ્યાં સુધી હસ્તિનાપુરનું સિંહાસન યોગ્ય હાથોમાં સોંપવામાં ન આવે. અંતે તેઓ યુદ્ધ સમાપ્તિ પર જ પોતાની મૃત્યુનું આહ્વાન કરે છે.