અમદાવાદ : ઈટાલિયન પિયાજિયો ગ્રુપ (૨-વ્હીલર સેક્ટરની યુરોપિયન આગેવાન)ની ૧૦૦ ટકા સબસિડિયરી અને સ્મોલ કમર્શિયલ વેહિકલ્સમાં ભારતની અગ્રણી ઉત્પાદક પિયાજિયો વેહિકલ્સ પ્રા. લિ. (પીવીપીએલ) દ્વારા આજે નવી આપે સિટી પ્લસ રજૂ કરવામાં આવી હતી અને આ સાથે તેણે થ્રી વ્હીલર્સના મિડ બોડી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. નવી રજૂ કરાયેલી આપે સિટી પ્લસ એએફ શ્રેણીમાં થ્રી વાલ્વ ટેકનોલોજી સાથે ભારતનું પ્રથમ ૨૩૦ સીસી એન્જિન ધરાવે છે. આ પ્રોડક્ટ સંપૂર્ણ નવું ગ્રાઉન્ડ અપ મંચ છે, જે ઈટાલી અને ભારતની પિયાજિયોની પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. નવી આપે સિટી પ્લસ ચાર ફ્યુઅલ પ્રકારમાં મળશે, જેમાં એલપીજી, સીએનજી, પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ થાય છે.
નવી આપે સિટી પ્લસ ઉત્તમ કામગીરી માટે બહેતર ફીચર્સ સાથે આંતરરાષ્ટ્રીય સ્ટાઈલને જોડે છે. તે થ્રી – વ્હીલર મિડ-બોડી સેગમેન્ટમાં કોઈ પણ ઓફરથી પોતાને અલગ તારવતા ફીચર્સ પૂરા પાડીને શહેરી અને ઉપનગરીય જરૂરતોને પહોંચી વળે છે. નવી આપે સિટી પ્લસમાં વિવિધ નવા સુધારિત ફીચર્સનો સમાવેશ થાય છે, જેમ કે, કક્ષામાં ઉત્તમ માઈલેજ, તેની કક્ષામાં સર્વોચ્ચ પાવર અને ટોર્ક, વધુ હેડરૂમ, કક્ષામાં અવ્વલ લેગરૂમ, વધારાની લગેજની જગ્યા, ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, સ્ટેપલેસ એન્ટ્રીનો સમાવેશ થાય છે, જેને લીધે ઉત્ક્રાંતિ પામતી શહેરી જગ્યામાં મલ્ટી- મોડલ પ્રવાસી પરિવહન માટે આદર્શ રીતે અનુકૂળ છે.
નવી આપે સિટી પ્લસ બજારની આવશ્યકતાઓને આધારે ત્રણ અજોડ રંગોમાં મળશે. નવી આપે સિટી પ્લસના ગ્રાહકોને સુપર સેવર યોજના સાથે સીએનજી અને એલપીજી તેમ જ પેટ્રોલ પ્રકારોમાં ૩૬ મહિના અથવા ૧ લાખ કિમી (જે પણ વહેલા આવે)ની વોરન્ટી અપાશે, જેથી તે તેને અવકાશમાં વધુ આકર્ષક મૂલ્ય નિર્માતા બનાવે છે. સુપર સેવર સ્કીમ હેઠળ ગ્રાહકોને ૫ નિર્ધાિરત સર્વિસીસ મફત મળશે, જેમાં સામાન્ય મેઈનટેનન્સ, પાર્ટસ અને લેબર માટે પ્રથમ વર્ષમાં કોઈ ચાર્જ નહીં લેવાશે. નવી આપે સિટી પ્લસ ડીઝલ પ્રકાર ૪૨ મહિના અથવા ૧.૨ લાખ કિમી સુપર વોરન્ટી (જે પણ વહેલા આવે) સાથે આવે છે. નવી આપે સિટી પ્લસ ઉત્તમ કમાણી અને બહેતર કામગીરી માટે બેજોડ માઈલેજનું વચન આપે છે. એએફ શ્રેણીમાં ૩ વાલ્વનું ટેકનોલોજી એન્જિન કક્ષામાં અવ્વલ પાવર પૂરો પાડે છે, જે બહેતર પિક-અપ પૂરું પાડવામાં મદદ કરે છે.
શક્તિશાળી એન્જિન દ્વારા પૂરું પડાતું ટોર્ક તીક્ષ્ણ રસ્તાઓ અને ફ્લાયઓવર પર આસાનીથી ડ્રાઈવ કરવામાં મદદ કરે છે. આ અવસરે બોલતાં પિયાજિયો વેહિકલ્સ પ્રા. લિ.ના એમડી અને સીઈઓ શ્રી ડિયેગો ગ્રાફીએ જણાવ્યું હતું કે શહેરો ઉપનગરોમાં ફેરવાઈ રહ્યા છે ત્યારે આ ઝડપી પરિવર્તનમાં લાસ્ટ માઈલ પ્રવાસી પરિવહન ગતિશીલતા બને છે. આવા સમયે એવા વર્સેટાઈલ કમર્શિયલ લોક વાહકની આવશ્યકતા છે, કે જે શહેરમાં અને બહાર પણ સેવા આપી શકે. આને ધ્યાનમાં રાખીને અમે નવી આપે સિટી પ્લસ વિકસાવી છે, જે શહેર અને તેની બહાર પણ અનુકૂળ છે. થ્રી વ્હીલર મિડ- બોડી સેગમેન્ટમાં તે ક્રાંતિ છે. તે વૈકલ્પિક ફ્યુઅલ પ્રકારમાં ભારતના પ્રથમ ૨૩૦ સીસી ૩- વાલ્વ ટેકનોલોજી એન્જિન અને ડીઝલ પ્રકારમાં સિદ્ધ ૪૩૬ સીસી એન્જિનથી સમૃદ્ધ છે, કે જે બંને ઉત્તમ પાવર પ્રદાન કરે છે. ૩- વાલ્વ ટેકનોલોજી એન્જિન સાથે અમારા ગ્રાહકો માટે ઓછા મેઈનટેનન્સ ખર્ચ સાથે વધુ કમાણી કરવાની ખાતરી રાખે છે. તેના ફીચર્સ નવી આપે સિટી પ્લસને થ્રી વ્હીલર્સના મિડ-બોડી સેગમેન્ટમાં અગ્રતાની પસંદગી બનાવે છે.