મોબીલીટીમાં બહુ મહત્વની ક્રાંતિ સર્જતા પિયાજિયો વ્હીકલ્સ પ્રા.લિ દ્વારા ભારતની સૌપ્રથમ આપે ઇલેક્ટ્રીક(ઇ-ઓટોરીક્ષા) લોન્ચ કરવામાં આવી હતી. પોલ્યુશન ફ્રી અને નાગરિકોને મુસાફરીમાં સાનુકૂળતા પ્રદાન કરનારી પિયાજિયોની આ ઇ-ઓટો તમામ પ્રકારે મોબીલીટી સોલ્યુશન્સ બની રહેશે. આ પ્રસંગે પિયાજિયો વ્હીકલ્સ પ્રાયવેટ લિમીટેડના એમડી અને સીઇઓ શ્રી ડાઇગો ગ્રાફ્ફીએ જણાવ્યું હતું કે, આપે એ ૨૯ લાખ ખુશ ગ્રાહકોના વિશ્વાસની બ્રાન્ડ છે જે આપે ઇલેકટ્રીક રેન્જ સાથે ભારતીય ઇલેકટ્રીક ક્રાંતિ માટે માર્ગ મોકળો કરે છે અને આપે ઇ-સિટી દેશની સૌપ્રથમ ઓફરીંગ ઇ ઓટો છે. પિયાજિયો વ્હીકલ્સ પ્રા. લિમીટેડ (પીવીપીએલ) એ ટુ વ્હીલર સેકટરમાં યુરોપીયન અગ્રણી ઇટાલીયન પિયાજિયો જૂથની ૧૦૦ ટકા પેટાકંપની છે અને ભારતની નાના કોમર્શિયલ વ્હીકલ્સની અગ્રણી ઉત્પાદક છે તેણે તેની નવી ઇલેકટ્રીક રેન્જ આપે ઇલેકટ્રીક(ઇ-ઓટોરીક્ષા) લોન્ચ કરી હતી અને ઇલેકટ્રીક વ્હીકલ સેગમેન્ટમાં પોતાના પ્રવેશને ચિન્હીત કર્યું હતું.
આપે ઇ-સિટી કે જે આપે ઇલેકટ્રીક રેન્જ હેઠળ લોન્ચ કરવામાં આવનાર પ્રથમ પ્રોડક્ટ હોવાથી વિવિધ કેટેગરીના ઇલેકટ્રીક વ્હીકલ્સની આપે ઇલેકટ્રીક સંપૂર્ણ રેન્જ ધરાવશે. નવું આપે ઇ સિટી શૂન્ય ઉત્સર્જન સાથે ક્રાંતિકારી ડ્રાઇવીંગ અનુભવ પૂરો પાડે છે તેમજ તેમાં બિલકુલ અવાજ આવતો નથી અને ધ્રુજારી પેદા થતા નથી. જે તેને શહેરી ભારત માટે લાસ્ટ માઇલ મોબિલિટી સોલ્યુશન બનાવે છે.
આ ઇ-ઓટો એડવાન્સ્ડ લિયો બેટરીઝ, ઓટોમેટિક ગિયર બોક્સ, ચડીયાતા પાવર અને ટોર્ક, નો ગિયર અને ક્લચ, સુરક્ષા માટે ડોર્સ, ફુલ ડિજીટલ ક્લસ્ટર સહિતના આકર્ષક અને અનેકવિધ ફિચર્સ ધરાવે છે. આપે ઇ સિટી એ સૌપ્રથમ થ્રી વ્હીલર છે જે સ્માર્ટ સ્વેપેબલ બેટરી ધરાવે છે. સ્વેપેબલ બેટરીનો ખ્યાલ સન મોબિલીટી સાથે મળીને લાવવામાં આવ્યો છે, જે ઇલેકટ્રીક બેટરી ટેકનોલોજીમાં અગ્રણી છે. ગ્રાહકો બેટરી ચાર્જ, રિચાર્જ, સ્વેપ સ્ટેશન્સ શોધવા વગેરે માટે એપ્લીકેશન આધારિત ઇકો-સિસ્ટમનો પણ અનુભવ કરી શકે છે. આ ઉપરાંત આપે’ ઇ-સિટી એફએક્સનો નમૂનો પણ ફિક્સ્ડ બેટરી કંસેપ્ટ માટે દર્શાવવામાં આવ્યો હતો.