મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે સ્નાયુના કાર્યમાં નબળાઈ. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીએ એક આનુવંશિક રોગ છે જે પ્રગતિશીલ સ્નાયુઓને નુકસાન અને સ્નાયુ સમૂહની ખોટ તરફ દોરી જાય છે જે દર્દીઓની ગતિશીલતાને અસર કરે છે, આ સ્થિતિ ધરાવતા મોટાભાગના વોરિયર્સને આખરે વ્હીલચેરની જરૂર પડે છે. આ ઇવેન્ટમાં શ્વસન સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને વોરિયર્સના પેરન્ટ્સ માટે ટીપ્સ સાથે વ્યવહારુ સત્ર હતું, તેમજ વોરિયર્સના આત્મવિશ્વાસ વધારવા માટે બોલ ફેંકવા, સિંગિંગ , લીંબુ -ચમચી અને દોડ જેવી વિવિધ રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
અંતે વોરિયર્સને વિશેષ લાગણી આપવા માટે ફૂલોથી હોળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. રક્ષા રાજપૂત અને તેમની ટીમે પેરન્ટ્સને માર્ગદર્શન આપવા અને ઇવેન્ટમાં હળવી આનંદદાયક ક્ષણો પૂરી પાડવા સારા પ્રયાસો કર્યા. ભારતએમડી ફાઉન્ડેશનના ગુજરાત કો-ઓર્ડિનેટર મનીષા વૈદ્યએ જણાવ્યું હતું કે “આ ઇવેન્ટનો હેતુ ફિઝિયોથેરાપીને ઓછો તણાવપૂર્ણ બનાવવાનો હતો અને તે આનંદથી કરી શકાય છે, કારણ કે તે એમડી વોરિયર્સનો અભિન્ન ભાગ છે અને માતાપિતા માટે એકબીજા સાથે વાર્તાલાપ કરવાની અને હળવા આનંદદાયક ક્ષણોનો આનંદ માણવાની શ્રેષ્ઠ તક છે