PW દ્વારા ભારતભરમાં ફિઝિક્સ વાલા નેશનલ સ્કોલરશિપ કમ એડમિશન ટેસ્ટનો ફેઝ 2 લોન્ચ કર્યો, જેમાં રૂ. 200 કરોડની સ્કોલરશિપ આપવામાં આવે છે. ભારતની અગ્રણી EDTECH Physics Wallah(પીડબ્લ્યુ) દ્વારા ભારતનાં 50 શહેરમાં વિદ્યાપીઠ નામે 74 ઓફફલાઈન સેન્ટરોમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેનું લક્ષ્ય વિદ્યાર્થીઓને તેમને ગૃહ શહેર નજીક ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડવાનું છે, જેથી તેમને સ્થળાંતર નહીં કરવું પડે અને શીખવાની તકને આસાન પહોંચની ખાતરી રાખી શકાય. ઈવેન્ટમાં જીમી બિપિનકુમાર શાહ – સેન્ટર હેડ (અમદાવાદ), અંશુલ જૈન – રિજનલ એકેડેમિક હેડ, હર્ષ તરુણ ભટ – રિજનલ બિઝનેસ હેડ અને મોહિત કાબરા – બિઝનેસ હેડ (અમદાવાદ) હાજર રહ્યા હતા.
પીડબ્લ્યુ દ્વારા વિદ્યાપીઠો અને જ્યાં હાઈબ્રિડ ક્લાસીસ હાથ ધરાય છે તે 27 શહેરોમાં તેની ઓફરો વિશે માહિતી પૂરી પાડવા માટે 10 વિદ્યાપીઠ ઈન્ફોસેન્ટર્સ પણ ચલાવવામાં આવે છે.ઉપરાંત પીડબ્લ્યુએ સ્કોલરશિપ્સમાં રૂ. 200 કરોડ ઓફર કરતી ફિઝિક્સ વાલા નેશનલ સ્કોલરશિપ કમ એડમિશન ટેસ્ટ (પીડબ્લ્યુએનએસએટી)નો ફેઝ 2 પણ લોન્ચ કર્યો છે. પરીક્ષા ઓફફલાઈન અને ઓનલાઈન મોડમાં ઉપલબ્ધ હોઈ ધોરણ 6થી 12 અને જેઈઈ અથવા એનઈઈટી માટે ઈચ્છુક ડ્રોપર્સ માટે ખુલ્લી છે, જેમને 100 ટકા સુધી સ્કોલરશિપ મેળવવાની તક છે. તે 26મી નવેમ્બરથી 10મી ડિસેમ્બરે યોજાશે (ઓનલાઈન અને ઓફફલાઈન)
પીડબ્લ્યુ ખાતે વિદ્યાપીઠ ઓફફલાઈનના સીઈઓ અંકિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે દરેક વિદ્યાર્થીને તેમના ગૃહ વજનમાં ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણને પહોંચ મળે તેની ખાતરી રાખવા માગીએ છીએ, જેથી ગુણત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે તેમને દૂર પ્રવાસ નહીં કરવો પડે અને તેઓ ઘરે આરામથી બેસીને અભ્યાસ કરી શકે અને વાલીઓ પર નાણાકીય દબાણ પણ ઓછું આવે. ઉપરાંત અમારું લક્ષ્ય ભારતનાં દરેક શહેરને શૈક્ષણિક કેન્દ્ર બનાવવા માટે ત્યાં પહોંચ વધારવાનું પણ છે. વિદ્યાપીઠોનું વિસ્તરણ અને પીડબ્લ્યુએનએસએટી ફેઝ-2ના લોન્ચ સાથે અમે આ લક્ષ્ય તરફ મોટું પગલું લઈ રહ્યા છીએ, જેને લઈ વિદ્યાર્થીઓને બંને વિશ્વનું શ્રેષ્ઠતમ પ્રદાન કરીએ છીએ. અમે ભારતભરમાં શૈક્ષણિક ક્ષિતિજને બહેતર બનાવવા સમર્પિત છીએ.”
પીડબ્લ્યુ 1.5 લાખ વિદ્યાર્થી મૂળ સાથે ભારતભરનાં 76 શહેરમાં છે. આ કેન્દ્રો જેઈઈ /એનઈઈટી માટે ભણવા માગતા દરેક વિદ્યાર્થીઓને આવરી લેવા માટે વ્યાપક અભ્યાસક્રમ ઓફર કરીએ છીએ અને પીડબ્લ્યુ આ કેન્દ્રોમાં આગામી વર્ષે 2.5 લાખ વિદ્યાર્થીઓની નોંધણી કરાવવાનું લક્ષ્ય ધરાવે છે.
વિદ્યાપીઠો ટેક અભિમુખ કેન્દ્રો છે, જે રેકોર્ડેડ લેક્ચર્સ, વ્યક્તિગત ધ્યાન અને સમુદાય આધારિત શીખવાનું વાતાવરણ ઓફર કરે છે. આ કેન્દ્રોમાં પીડબ્લ્યુ વિદ્યાર્થીઓની ભાવનાત્મક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમને શીખવાના અનુભવને બહેતર બનાવવા મૂલ્યવાન સંસાધનો પૂરાં પાડવાનું છે.
વિદ્યાપીઠોમાં નોંધપાત્ર પરિણામો સાથે પીડબ્લ્યુ પરિવર્તનકારી શૈક્ષણિક પ્રવાસમાં આગળ રહી છે અને ટિયર 3 અને ટિયર 4 શહેરોમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પહોંચક્ષમ બનાવે છે.