અમદાવાદઃ અભિનેત્રી ડેઇઝી શાહ આજે અમદાવાદમાં સુપ્રસિધ્ધ હેરિટેજ પ્રોપર્ટી અંબાપુરની વાવ ખાતે ફોટોગ્રાફર અભિ વાલેરા સાથે ફોટોશુટ માટે આવી પહોંચી હતી. ડેઇઝી એ પરંપરાગત પોશાકમાં સૂર્યોદય સમયે આ ફોટોશુટ કરાવ્યું. પહેલા કદી ન જાવામાં આવ્યા હોય તેવા ગુજરાતના વારસાને આ ફોટોશુટ દ્વારા દર્શાવવામાં આવશે.
અભિ વાલેરાએ જણાવ્યું કે, “ખૂબ જ લાંબા સમયથી આ વિચાર મારા મગજમાં હતો. મેં જ્યારે ગઇ વખતે ડેઇઝી સાથે ફોટોશૂટ કર્યુ ત્યારે અમે હેરિટેજ ફોટોશૂટ વિશે ચર્ચા કરી હતી અને હું આને ખૂબ જ સારી અને સુંદર રીતે રજૂ કરવા ચાહતો હતો. મે ડેઇઝીને ટ્રેડિશનલ શૂટ માટે રજૂઆત કરી કે હું તમારી સાથે ગુજરાતમાં હેરીટેજ વારસાને રજૂ કરવામાં માટે ફોટોશૂટ કરવા ચાહું છુંં. તેમને મારો વિચાર પસંદ પડ્યો અને ફોટોશૂટ માટે રાજી થયા.”
ડેઇઝી શાહ જણાવે છે કે, “હું નવરાત્રી પર્વની આસપાસ ગુજરાતની મુલાકાતે આવું છું કારણકે મને અહીંની સંસ્કૃતિ અને ફૂડ ખૂબ જ પસંદ છે. ગુજરાતના કદી ન જાવામાં આવેલા વારસાને રજૂ કરવા માટે ફોટોગ્રાફર અભિ વાલેરાએ મને પસંદ કરી તેનાથી હું ખૂબ જ ઉત્સાહિત છું.”
ગુજરાતમાં આવેલી અંબાપુરની વાવ જે એક હેરિટેજ સ્થળ છે પણ મોટાભાગના લોકો તેનાથી અજાણ છે. અભિ અને ડેઇઝીએ આ વારસાને ફોટશૂટ દ્વારા લોકો સમક્ષ રજૂ કર્યો હતો.