મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જળ માટેના સુફળ આપનારા આ સફળ અભિયાનના સમાપન ટાણે એમ કહ્યું કે, ‘જન ભાગીદારીથી રાજ્યની પ્રજાએ નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે.’ આજે આ જળ અભિયાનના સમાપન અવસરે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢુંઢીયા ગામે વહીવટી તંત્ર અને પ્રજાનો ઉત્સાહ જુઓ કે, જે સ્થળે માટીકામ કરાયું એ જગ્યાએ ૪૮ જેસીબી અને બે ડમ્પરને ડિઝાઈનની જેમ ગોઠવીને ‘જળ અભિયાન’નું આલેખન કરાયું. મિશન જેવી હોંશ અને મશીનરીની મદદ હોય તો પરસેવો પારસમણી ન બને તો જ નવાઈ !!!
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more