પત્નીની કમેન્ટ મેળવવા માટે રણવીર સિંહે શેર કર્યો ફોટો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે કમેન્ટ સેક્શનમાં મજાક મસ્તી કરતા રહે છે. તાજેતરમાં જ અભિનેતા રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું કે તે પત્ની દીપિકા પાદુકોણની કમેન્ટની રાહ જોઈ રહ્યો છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં રણવીર સિંહ હેન્ડસમ લાગી રહ્યો છે. મોટાભાગે ફંકી અને રંગબેરંગી આઉટફિટ્‌સમાં જોવા મળતો રણવીર આ ફોટોમાં સિંપલ લુકમાં જોવા મળી રહ્યો છે.

રણવીર સિંહે ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું કે, મારી પત્નીની કમેન્ટની રાહ જોઈ રહ્યો છું. અને સાથે જ તેણે દીપિકાને ટેગ પણ કરી છે. દીપિકા પાદુકોણે પણ કમેન્ટ કરીને પતિની ઈચ્છા પૂરી કરી છે. દીપિકાએ કમેન્ટ સેક્શનમાં લખ્યું કે, જલ્દીથી મારી પાસે આવી જા. નોંધનીય છે કે મંગળવારના રોજ પણ રણવીરે એક પોસ્ટ મૂકી હતી અને તેમાં લખ્યુ હતું કે, મારી પત્ની દીપિકા લાઈક કરે તેની રાહ જોઈ રહ્યો છું. રણવીરની પોસ્ટ પર માત્ર દીપિકાએ જ નહીં, અન્ય ઘણાં સેલેબ્સે કમેન્ટ કરી છે. રણવીર સિંહના મિત્ર અર્જુન કપૂરે લખ્યું કે, ક્લીન એન્ડ લીન. આ સિવાય જોનિતા ગાંધીએ પણ વખાણ કર્યા છે.

રણવીર સિંહના ફેન્સ પણ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ડ્રીમ બોય. દીપિકા પાદુકોણ ઘણી નસીબદાર છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદાર તાજેતરમાં જ રીલિઝ થઈ હતી. હવે અભિનેતા બેર ગ્રિલ્સના વાઈલ્ડ એડવેન્ચર શૉમાં જોવા મળશે. આ એપિસોડ ૮મી જુલાઈના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાનો છે. રણવીર વર્સેસ વાઈલ્ડનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે રણવીર સિંહ ઘનઘોર જંગલમાં પત્ની દીપિકા માટે એક ખાસ પ્રકારનું ફૂલ શોધી રહ્યો છે. રણવીર કહે છે કે લોકો પોતાના પ્રેમ માટે ચાંદ તારા તોડતા હોય છે, હું દીપિકા માટે એક ફૂલ શોધી રહ્યો છું જે મારા પ્રેમની જેમ ક્યારેય મૂરઝાતુ નથી. રણવીર કહે છે કે, આખી દુનિયામાં તને મારા જેવો પ્રેમી ક્યાંય નહીં મળે. રણવીર સિંહ રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં જોવા મળશે જેમાં તેની સાથે પૂજા હેગડે અને જેક્લીન ફનાર્ન્ડિઝ હશે. આ સિવાય તે કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે, જેમાં તેની સાથે આલિયા ભટ્ટને કાસ્ટ કરવામાં આવી છે.

Share This Article