ભારતના અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ PhonePeએ, આજે જાહેરાત કરી હતી કે તેમણે ફ્રીલાન્સ માઈક્રો-ઉદ્યોગ સાહસિકો માટેનું ભારતનું અગ્રણી નેટવર્ક GigIndia, હસ્તગત કર્યું છે. હસ્તાંતરણના ભાગરુપે,, GigIndia, જેમાં 1.5 મિલિયન ઉદ્યોગ સાહસિકો છે અને ગ્રાહકો તરીકે 100થી વધુ સાહસો છે, તે PhonePe સાથે એકીકૃત થશે.
PhonePe કોર્પોરેટ અને એન્ટરપ્રાઈઝને વધુ ગ્રાહકો મેળવવામાં અને તેમની વિતરણ ચેનલો વધારવામાં સહાય માટે GigIndiaના ફ્રીલાન્સ માઈક્રો ઉદ્યોગ સાહસિકોના નેટવર્કનો લાભ ઉઠાવશે. આ હસ્તાંતરણ PhonePeની ઓફરિંગ અને તેના એન્ટરપ્રાઈઝ પાર્ટનર માટે મૂલ્ય દરખાસ્તને મજબૂત કરશે જેના પરિણામે ભારતમાં વ્યક્તિગત ફ્રીલાન્સ માઈક્રો-ઉદ્યોગ સાહસિકો માટે લાખો તકોનું નિર્માણ થશે. રિપોર્ટ મુજબ, 2025 સુધીમાં ભારતની ફ્રીલાન્સ કોમ્યુનિટી $20-30 બિલિયન થવાનો અંદાજ છે.
PhonePeમાં ઑફલાઈન બિઝનેસના પ્રમુખ, વિવેક લોહચેબે જણાવ્યું, “અમે PhonePeમાં GigIndiaની ટીમનું સ્વાગત કરતાં અને અમારા એન્ટરપ્રાઈઝ પાર્ટનરને મૂલ્યવર્ધિત સેવાઓ પ્રદાન કરવા માટે તેમની ડોમેન કુશળતાનો લાભ લેવા માટે ઉત્સાહિત છીએ જેથી તેમને તેમનો બિઝનેસ વધારવામાં, તેનો વિસ્તાર કરવામાં અને તેને વિકસિત કરવામાં મદદ મળે. GigIndiaએ ઉંચી ક્વોલિટી અને સ્કીલ ધરાવતા ફ્રીલાન્સ માઈક્રો-ઉદ્યોગ સાહસિકોના જૂથ સાથે ઘણાં બિઝનેસને સેવા આપી છે. અમે તેમની સાથે નજીકથી કામ કરવા માટે આતુર છીએ.”
GigIndiaના CEO, સાહિલ શર્માએ ઉમેરતા જણાવ્યું,” ડિજિટલ પેમેન્ટ સ્પેસમાં PhonePe અગ્રેસર છે અને અમે તેમની સાથે જોડાઈને આનંદની લાગણી અનુભવીએ છીએ. GigIndia સમગ્ર ભારતમાં ઝડપથી વિકસતા જતા એન્ટરપ્રાઈઝ માટે વિશ્વસનીય ભાગીદાર છે અને PhonePeમાં અમને એક સમાન વિચારધારાવાળા પાર્ટનર મળ્યા છે, જે અમારા વિઝનનું સમર્થન કરે છે.’’
GigIndiaના COO, આદિત્ય શિરોલેએ જણાવ્યું,” GigIndia સરળતાથી ઉપલબ્ધ તકોની સાથે ફ્રીલાન્સ માઈક્રો-ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે બિઝનેસ જે રીતે સહયોગ કરી રહ્યા છે તેમાં પરિવર્તન લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યુ્ં છે. PhonePeનું વિઝન અને મૂલ્યો અમારા નવીનતાના સિદ્ધાંતોનો પડઘો છે. PhonePeની ટીમ સાથે નજીકથી કામ કરવા માટે અમે આતુર છીએ.’’