PhonePe (ફોનેપે) એ આજે જાહેરાત કરી હતી કે તેણે જુલાઈમાં 335 મિલિયન વ્યવહાર સાથે $95-બિલિયનની વાર્ષિક TPV (ટોટલ પેમેન્ટવોલ્યુમ) રનરેટ બનાવી છે. જૂન 2018 માં $ 20 બિલિયનનો આંકડો પાર કર્યા પછી પાછલા વર્ષથી PhonePe (ફોનેપે) નો TPV રનરેટ લગભગ 5 ગણો વધ્યો છે. આ અસાધારણ વૃદ્ધિ ઑનલાઇન અને ઑફલાઇન બંને, PhonePe (ફોનેપે) ના મર્ચન્ટ નેટવર્કના ખુબ ઝડપી વિસ્તરણના કારણે આવી છે.
PhonePe (ફોનેપે) ના CEO અને સ્થાપક, સમીર નિગમે કહ્યું, “ભારતભરમાં PhonePe (ફોનેપે) સેવાઓ ઝડપથી અપનાવાઈ તે માટે અમે ખુબ રોમાંચિત છીએ. માત્ર છેલ્લા મહિને, PhonePe (ફોનેપે) ઍપના 60 મિલિયન જેટલા વપરાશ કર્તાઓ હતા. આનો અર્થ એ થાય છે કે જુલાઈમાં દર 15 ભારતીય વયસ્કમાંથી એક વ્યક્તિએ PhonePe (ફોનેપે) ઍપનો ઉપયોગ કર્યો હતો. અમારી કંપની માટે આ ખૂબજ ઉત્તેજક અને ખૂબજ નમ્રતા ભર્યું છે કે જે 3 વર્ષ કરતાં પણ ઓછા સમય પહેલાં લોંચ થયેલ છે.”
PhonePe આ વર્ષે તેની માર્કેટિંગ પ્રવૃત્તિઓ પર આક્રમક રીતે રોકાણ કર્યું છે અને તેઓ VIVO IPL 2019 ના ટીવી પ્રસારણ માટે અને ICC વર્લ્ડકપ 2019 ના ટીવી પ્રસારણ માટે પણ સત્તાવાર સહ-પ્રસ્તુત પ્રાયોજક રહ્યાં હતા.