હવે એવા મોબાઇલ ફોન પણ આવી રહ્યા છે જે બુકની જેમ ફોલ્ડ થઇ જશે. આ ફોનને લોકો પોતાની સુવિધા મુજબ કોઇ પણ જગ્યાએ ફોલ્ડ કરીને મુકી શકશે. આ ફોન ૭.૩ ઇંચના સ્ક્રીન સાથે આવનાર છે. આ ફોનની વિશેષતા એ છે કે તે કોઇ પણ રીતે ફોલ્ડ થઇ શકે છે. ફોનની સ્ક્રીન પણ એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેના કારણે જરૂર પડવાની સ્થિતીમાં ટેબલેટની જેમ તેનો ઉપયોગ પણ કરી શકાશે. આમાં બહારની સ્ક્રીન ૪.૬ ઇંચની રહેનાર છે.
જ્યારે અંદરની સ્ક્રીન ૭.૩ ઇંચની રહેનાર છે. જ્યારે તેને ખોલવામાં આવે છે ત્યારે સ્ક્રીન બુકની જેમ દેખાય છે. તેના પર અનેક પ્રકારના મલ્ટીટાસ્ક કરી શકાય છે. તમે આના પર એક સાથે ત્રણ એપ પણ ચલાવી શકાય છે. બુકની જેમ ફોલ્ડ કરવામાં આવતા આ ફોનની બોલબાલા વધી શકે છે. કારણ કે તેમાં સુવિધાની સાથે સાથે અન્ય નવા કેટલાક ફિચર ઉમેરી દેવામાં આવ્યા છે. ફોન બનાવતી મહાકાય કંપનીઓ વચ્ચે હાલમાં કસ્ટમરોને પોતાની તરફ ખેંચવા માટે એકથી એક વધારે સુવિધા સાથે ફોન બજારમાં લાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કસ્ટમરોની માંગને ધ્યાનમાં લઇને મોબાઇલ બનાવવામાં આવી રહ્યા છે.