મોંઘવારીની વચ્ચે ટેરિફ વધે તેવા સંકેત : ફોન બિલ વધશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 

કોલકાતા : ટેલિકોમ સેક્ટરમાં ઉથલપાથલની સ્થિતિ વચ્ચે ટેરિફમાં વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આવીસ્થિતિમાં મોબાઇલના બિલમાં વધારો થઇ શકે છે. છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં કિંમતો સામાન્ય રીતે સ્થિર રહી છે. કેટલાક કારોબારીઓનું કહેવું છે કે, આગામી બે ત્રિમાસિક ગાળામાં ટેરિફમાં હવે વધારો થશે. ભારતીય ટેલિકોમ સેક્ટરમાં સ્પર્ધાનો યુગ હવે પૂર્ણ થવાની દિશામાં છે. માર્કેટની પ્રતિક્રિયા જાણવા માટે આગામી બે ત્રિમાસિક ગાળા ખુબ ઉપયોગી સાબિત થનાર છે.

જીઓ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૬માં એન્ટ્રી બાદથી આક્રમક રણનીતિ અપનાવવાં આવી હતી જેના લીધે કસ્ટમરો તેની તરફ આકર્ષિત થયા હતા. વોઇસ અને ડેટા સર્વિસ સસ્તી થઇ હતી. ગ્રાહકોને સીધો ફાયદો થયો હતો. રિલાયન્સ જીઓની એન્ટ્રીથી ભારતની જુની મોબાઇલ કંપનીઓને ભારે નુકસાન થયું હતું. નાની કંપનીઓ  મર્જ થઇ ચુકી છે. હવે ત્રણ મોટી કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધા જાવા મળી રહી છે જેમાં વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ, જીઓ દ્વારા મોબાઇલ ફોન બિલ વધી જવાને લઇને હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ આગામી બે ત્રિમાસિકગાળામાં ટેરિફમાં વધારો થઇ શકે છે. વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલ, જીઓમાં હાલમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.

Share This Article