અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ ઉચ્ચ લાયકાત પ્રાપ્ત કરવા માંગતા છાત્રોને માટે એમ ફિલ અને પીએચડી અભ્યાસની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાં માંગતા છાત્રો માટે પ્રવેશપરિક્ષા ગુજરાત યુનર્વસિટી દ્વારા ૨૭ જુલાઈના રોજ યોજાનાર છે. ગુજરાત યુનિવર્સિટીના આઈક્યુએસસી વિભાગ દ્વારા આ પરિક્ષાનુ આયોજન હાથ ધરવામાં આવે છે. ૨૭ તારીખે યોજાનારી પરિક્ષાના સુચારુ આયોજન માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડાp. હીમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ જગદીશ ભાવસારની ઉપસ્થિતિમાં ભવનનાવા તેમજ વિષય અધ્યક્ષોની બેઠક ૨૩ જુલાઈના રોજ મળી હતી. આ બેઠકમાં કાર્યકારી કુલસચિવ પિયુષ પટેલ, આઈક્યુએસસીના ઈન્ચાર્જ પીએન ગજ્જર હાર્જય રહ્યા હતા. પીએન ગજ્જરે પરિક્ષાની માહિતી અને સમજ આફી હતી. યુનિવર્સિટીમાં ૨૭ જુલાઈના રોજ યોજાનારી પીએચડી અને એમફિલ પ્રવેશ પરિક્ષાની બેઠક વ્યવસ્થા મોટાભાગે જે તે વિષયના ભવનોમાં કરવામાં આવી છે.
પીએચડી માટે ૭૧ વિષયની પરિક્ષા લેવાશે. એમફિલ માટે ૩૮ વિષયની પરિક્ષા લેવાશે. પરિક્ષાનુ પેપર ૧૦૦ ગુણનુ રહેશે. આ ૧૦૦ ગુણમાં ૫૦ ગુણ સામાન્યજ્ઞાન, ૫૦ ગુણ જે તે વિષયને લગતા પ્રશ્નોના હશે. એમફિલની પરીક્ષા અઘિયારની એકના સમયગાળા દરમ્યાન અને પીએચડીની પરિક્ષા ત્રણથી પાંચના સમયગાળા દરમિયાન યોજાશે. પીએચડી પરિક્ષા માટે ૨૦૯૦ છાત્રોં અને એમફિલ પરિક્ષા માટે ૭૯૨ છાત્રો લાયક ઠર્યા છે. પ્રવેશ પરિક્ષામાં ઉત્તીણ થનાર છાત્રોને જુથ ચર્ચા, પ્રત્યક્ષ સાક્ષાત્કાર અને આરડીસોની પ્રક્રિયામાંથી પસાર થવાનુ રહે છે. આ ત્રણેય પ્રક્રિયા પાસ કર્યા બાદ ઉપલબ્ધ માર્ગદર્શક અને બેઠકો પર સંશોધન કાર્ય માટે પ્રવેશ ગ્રાહ્ય કરાય છે.