એમ્પલોઈ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ પોતાના મેમ્બર્સ માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેના હેઠળ કોઈ મેમ્બરના PF ના રુપિયા તેની કંપની સમય પર જમા ન કરાવે તો EPFO તેના મેમ્બરને SMS અને ઈમેલ દ્વારા પાછલા મહિને તમારો PF જમા નથી થયો. તેના માટે જરુરી છે કે એમ્પલોઈનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તેના યુનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) સાથે લિંક હોય.
શ્રમ મંત્રાલય દ્વાર આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે EPFO પોતાના મેમ્બર્સને એવી સુવિધા આપશે જેથી PF અકાઉન્ટમાં જમા થનારી રકમની માહિતી SMS અને મિસ્ડ કોલ દ્વારા મળી શકે. આ સિવાય મેમ્બર્સ ઈ પાસબુકમાં જોઈ શકે છે કે તેનો PF અકાઉન્ટમાં રુપિયા જમા થઈ રહ્યા છે કે નહીં.
હાલમાં જ આવા કેસો સામે આવ્યા જેમાં ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓના રુપિયા EPFO પાસે જમા નહોતી કરાવતી, જ્યારે ઈપીએફઓ તે કંપનીઓને નોટિસ મોકલી છે. જેમાં એક મહત્વની વાત એ છે કે જો કોઈ કંપની તેના કર્મચારીઓનો PF કાપીને બાકીના રુપિયા EPFO પાસે જમા નથી કરાવતી તો તે કર્મચારીને તેના વિશે માહિતી મળશે. ઘણી કંપનીઓ કર્મચારીઓના PFના નામે લીધેલા રુપિયાનો ગોટાળો કરીને તેમને ચૂનો લગાવતી હોય છે.