તેલ કિંમતમાં સતત પાંચમા દિને થયેલ નોંધનીય ઘટાડો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલનીકિંમતમાં આજે સતત પાંચમા દિવસે ઘટાડો થયો હતો. આજેપેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ૨૩-૨૬ પૈસાનો ઘટાડો થયો હતો. જ્યારે ડીઝલનીકિંમતમાં પ્રતિ લીટર ૨૭-૨૯ પૈસાનો ઘટાડો થયો હતો.ભાવમાં અવિરત વધારાના કારણે હાલમાંતમામ સામાન્ય લોકો પરેશાન દેખાઇ રહ્યા હતા. સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવીહતી. દેખાવો કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત એશિયન કારોબારમાંપ્રતિ બેરલ ૬૦થી પણ નીચે પહોંચી ગઇ છે. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં પેટ્રોલનીકિંમતમાં ૬.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૬.૪૩થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યોછે.  સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલનીકિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાંઆઠ મહિનાની નીચી સપાટી જાવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચીગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાંઓક્ટોબર મહિનામાં રેકોર્ડ ઉંચી સપાટીએ કિંમત પહોંચ્યા બાદથી આશરે ૧૫ ટકા સુધીનોઘટાડો થઇ ચુક્યો છે.

ઓક્ટોબર મહિનામાં ક્રૂડની કિંમત બેરલદીઠ ૮૬ ડોલર સુધી પહોંચીહતી ત્યારબાદથી તેમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ ચુક્યો છે. છેલ્લા એક મહિનાનાગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાં છ રૂપિયાથી વધુનો ઘટાડો થયોછે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. અમેરિકાઅને ચીન વચ્ચે Âસ્થતી હવે હળવી થઇ રહી છે. તેલ કિંમતોમાંહજુ વધ ુ ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. હાલમાં તેલના ભાવને લઇને  ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. ભાવમાંઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવામાં આવ્યુ હતુ. જા કે ચૂંટણી સમયપહેલા ભાવમાં ઘટાડાની શરૂઆત થઇ હતી. જેથી ભાવ ઓક્ટોબર બાદથી સતત ઘટવાની શરૂઆત થઇહતી. હાલમાં જુદા જુદા  રાજ્યોમાં પેટ્રોલઅને ડીઝલના ભાવને લઇને ભારે હોબાળો થઇ ગયો હતો. કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.જેથી સામાન્ય લોકો અને વાહન ચાલકો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલનીકિંમત ઘટતા તેની અસર અન્ય ચીજા પર જાવા મળી રહી છે.

Share This Article