ભારતભરમાં ૬૦૦૦૦થી વધુ પેટ્રોલ પંપ છે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી :  છેલ્લા સાત વર્ષના ગાળામાં પેટ્રોલ પંપની સંખ્યામાં દેશમાં ૪૫ ટકાથી વધુનો નોંધપાત્ર વધારો થયો છે જે વિશ્વમાં સૌથી ઉંચો ગ્રોથરેટ હોવાની વિગત સપાટી ઉપર આવી છે. જાહેર અને ખાનગી સેક્ટરની કંપનીઓ પણ આ પ્રક્રિયામાં સામેલ છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલીસીસ સેલ (પેટ્રોલિયમ મંત્રાલય) તરફથી મળેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે,  ગયા વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં પેટ્રોલ અને ડીઝલના આઉટલેટની સંખ્યા ૬૦૭૯૯ નોંધાઈ હતી જે પેટ્રોલ પંપની સંખ્યામાં અમેરિકા અને ચીન બાદ ત્રીજા ક્રમાંક ઉપર છે.

આ આંકડા જારી કરવામાં આવ્યા બાદ પણ સંખ્યા વધી છે. વર્ષ ૨૦૧૧માં દેશમાં ૪૧૯૪૭ પેટ્રોલ પંપ હતા જે પૈકી ૨૯૮૩ પેટ્રોલ પંપ અથવા તો ૭૧ ટકા પેટ્રોલ પંપના માલિકો રિલાયન્સ ઇન્ડસ્ટ્ર અને એસ્સાર ઓઇલ જેવી ખાનગી કંપનીઓમાં હતા. આજે પ્રાઇવેટ કંપનીઓ કુલ પેટ્રોલ પંપ પૈકી ૫૪૭૪ પેટ્રોલ પંપ ધરાવે છે અથવા તો ૯ ટકા પેટ્રોલ પંપ તેના છે. બીજી બાજુ એસ્સાર ૩૯૮૦ પેટ્રોલ પંપ સાથે પ્રથમ સ્થાન ઉપર છે. અમેરિકા અને ચીન આવા એક લાખ પેટ્રોલ પંપ ધરાવે છે. કેટલાક દેશોમાં પેટ્રોલ પંપની સંખ્યામાં હાલના સમયમાં ઘટાડો થઇ રહ્યો છે. ઉર્જાના વૈકલ્પિક સાધનો શોધવામાં આવી રહ્યા છે.

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વધુ વપરાશકાર તરીકે દેશ છે. વર્ષ ૨૦૧૫માં ભારતે જાપાનને પાછળ છોડીને અમેરિકા અને ચીન બાદ ત્રીજા સ્થાને પહોંચ જવામાં સફળતા મેળવી હતી. ફ્યુઅલના વપરાશમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં એપ્રિલ-ઓક્ટોબરના ગાળામાં ૨.૫ ટકાથી વધારે ફ્યુઅલ વપરાશ વધ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે, ૨૦૧૧ અને ૨૦૧૭ વચ્ચે ૧૮૮૫૨ આઉટલેટ નોંધાયા હતા. ૬૦૭૯૯ પેટ્રોલ પંપ દેશમાં રહેલા છે જે પૈકી ફ્યુઅલ રિટેલર્સ દ્વારા માલિકીના ૫૫૩૨૫ પેટ્રોલ પંપ છે. ઇÂન્ડયન ઓઇલ કોર્પોરેશન ૨૬૪૮૯ પેટ્રોલ પંપ ધરાવે છે જે પૈકી ૭૨૩૨ ગ્રામીણ આઉટલેટ છે. આવી જ રીતે હિન્દુસ્તાન પેટ્રોલિયમ બીજા સૌથી મોટા ફ્યુઅલ રિટેલર તરીકે છે. તેની સંખ્યા ૧૪૬૭૫ છે જે પૈકી ૩૧૫૯ ગ્રામીણ વિસ્તારોમાં છે. ભારત પેટ્રોલિયમ  લિમિટેડ ૧૪૧૬૧ આઉટલેટ ધરાવે છે જે પૈકી ૨૫૪૮ ગ્રામીણ આઉટલેટ ધરાવે છે.  ખાનગી સેક્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ૧૪૦૦ આઉટલેટ ધરાવે છે. જ્યારે રોયલ ડચ ૯૦ સ્ટેશન ધરાવે છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનઓ પ્રતિવાર્ષિક ૨૦૦૦૦ પેટ્રોલ પંપ ઉમેરશે તેવી વાત ઇન્ડસ્ટ્રી અધિકારીઓ કરે છે.

 

Share This Article