નવી દિલ્હી : તેલ કિંમતોમાં નવા વર્ષના પ્રથમ દિવસે પણ ઉલ્લેખનીય ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ ઘટાડાનો દોર જારી રહ્યો છે. પેટ્રોલની કિંમત હવે ઘટીને વધુ નીચી સપાટી પર પહોંચી ગઇ છે. આજે નવા વર્ષના પ્રથમ દિવસે પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૯ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૨૦ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એક વર્ષ અગાઉ પેટ્રોલની કિંમત જે હતી તેની તુલનામાં હવે એક રૂપિયો ઓછી કિંમત થઇ ગઇ છે. છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૫ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૧૩ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ક્રુડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે તેલ કિંમતો ઘટી રહી છે. હાલમાં અમેરિકાના પ્રતિબંધના કારણે કિંમતોમાં વધારો થઇ ગયો હતો. ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતા હવે ડોલરની સામે રૂપિયામાં પણ સ્થિતી મજબુત બની શકે છે. ભારતને ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતાની સાથે ફાયદો થઇ શકે છે. જુલાઇ ૨૦૧૭ બાદથી સૌથી નીચે સપાટી પર કિંમતો પહોંચી છે. નવા વર્ષની રજા આવે તે પહેલા કારોબારમાં ઉથલ પાથલના સપ્તાહ બાદ તેલ કિંમતો સ્થિર થવાની દિશામાં છે. જાકે અમેરિકી ઈક્વિટી માર્કેટમાં તેજીના પરિણામ સ્વરૂપે ફરી એકવાર તેલ કિંમતોમાં ઉતાર ચઢાવની સ્થિતિ જવા મળી રહી છે. બ્રેન્ટ ક્રુડ ફ્યુચરની કિંમત બેરલદીઠ બાવન ડોલરની નીચે સપાટીએ પહોંચી છે.
આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે. જો કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જાવા મળી રહી છે.