વર્ષ ૨૦૧૮ના અંતિમ દિવસે પણ તેલ કિંમતમાં ઘટાડો થયો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી :  પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડાનો દોર વર્ષ ૨૦૧૮ના અંતિમ દિવસે પણ જારી રહ્યો હતો. આજે પેટ્રોલની કિંમત વર્ષ ૨૦૧૮ની સૌથી નીચી સપાટીએ પહોંચી હતી. તેલ કિંમતોમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. ભારત તેની તેલની જરૂરીયાત પૈકી ૮૦ ટકા જરૂરિયાત આયાતથી પૂર્ણ કરે છે. તેલ કિંમતો આગામી દિવસોમાં વધુ ઘટે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.

તેલ કિંમતોને સંવેદનશીલ  ગણવામાં આવે છે. ક્રુડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે તેલ કિંમતો ઘટી રહી છે. હાલમાં અમેરિકાના પ્રતિબંધના કારણે કિંમતોમાં વધારો થઇ ગયો હતો. ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતા હવે ડોલરની સામે રૂપિયામાં પણ સ્થિતી મજબુત બની શકે છે. ભારતને ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતાની સાથે ફાયદો થઇ શકે છે.  જુલાઇ ૨૦૧૭ બાદથી સૌથી નીચે સપાટી પર કિંમતો પહોંચી છે. નવા વર્ષની રજા આવે તે પહેલા કારોબારમાં ઉથલ પાથલના સપ્તાહ બાદ તેલ કિંમતો સ્થિર થવાની દિશામાં છે.

જાકે અમેરિકી ઈક્વિટી માર્કેટમાં તેજીના પરિણામ સ્વરૂપે ફરી એકવાર તેલ કિંમતોમાં ઉતાર ચઢાવની સ્થિતિ જવા મળી રહી છે. બ્રેન્ટ ક્રુડ ફ્યુચરની કિંમત બેરલદીઠ બાવન ડોલરની નીચે સપાટીએ પહોંચી છે. આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે. જા કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે.

 

Share This Article