નવી દિલ્હી : પેટ્રોલની કિંમતો હવે વર્ષ ૨૦૧૮ની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે જ્યારે ડિઝલની કિંમતો પણ માર્ચ મહિના બાદથી સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. આના કારણે સામાન્ય લોકોને મોટી રાહત મળી ગઈ છે. મેટ્રો શહેરો અને અન્યત્ર પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ સાત પૈસાનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે જ્યારે ડીઝલની કિંમતો સોમવારની સરખામણીમાં આજે કોઇ ફેરફાર કર્યા વગર યથાવત રાખવામાં આવી હતી.
પેટ્રોલ અને ડિઝલની કિંમતોની હાલમાં દરરોજના આધાર પર સમીક્ષા કરવામાં આવી રહી છે. વહેલી સવારે નવી કિંમતોને અમલી કરવામાં આવી રહી છે. ડિઝલની કિંમત ૧૮મી માર્ચ બાદથી સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. વૈશ્વિક તેલ કિંમતો એક વર્ષના ગાળામાં સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. બેંચમાર્ક બ્રેન્ટમાં પણ કિંમતો ઘટી છે. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં તેમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. શેરબજારમાં જુદા જુદા પરિબળોની અસર જાવા મળી રહી છે. રૂપિયો સોમવારના દિવસે ૭૦.૧૪ની સપાટીએ રહ્યો હતો. આ વર્ષે ડોલર સામે રૂપિયામાં ૯.૮ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. ઇક્વિટી, મની અને કોમોડિટી ફ્યુચર માર્કેટમાં સતત ઉથલપાથલ જાવા મળી રહી છે. આજે મંગળવારના દિવસે બજારોમાં રજા રહી હતી. ડીઝલની કિંમતમાં પણ રાહતનો સિલસિલો જારી રહ્યો છે.
આજે બ્રેન્ટ ક્રુડની કિંમત પ્રતિ બેરલ ૫૪ ડોલરથી પણ નીચે પહોંચી ગઇ છે. ભારતમાં રિટેલ તેલ કિંમતો આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો અને ડોલર-રૂપિયા એક્સચેંજ રેટ ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે. જા કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.
સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જાવા મળી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ફ્યુઅલની કિંમતમાં સતત ફેરફારની Âસ્થતિ જાવા મળી રહી છે. આ સપ્તાહના ગાળામાં જ ડોલર સામે રૂપિયો બે ટકા સુધી મજબૂત થયો છે. તેલ કિંમતો આગામી દિવસોમાં વધુ ઘટે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા બે મહિનાના ગાળામાં આશરે ૩૧ ટકાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રુડ કિંમતોને વર્તમાન સપાટી પર Âસ્થર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. તેલ કિંમતોને સંવેદનશીલ ગણવામાં આવે છે.