સતત બીજા દિવસે તેલની કિંમતોમાં કરાયેલો ઘટાડો

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

મુંબઇ :  પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે સતત બીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં નવેસરથી ઘટાડો થયો છે. સાથે સાથે અમેરિકી ડોલર સામે રૂપિયામાં પણ સુધારો થયો છે. આજે શનિવારના ભાવમાં ઘટાડાની સાથે જ પેટ્રોલની કિંમત ૧૯-૨૦ પૈસા સુધી ઘટી ગઈ છે. જ્યારે ડિઝલની કિંમતમાં પ્રતિ લીટર ૨૨ પૈસા સુધીનો ઘટાડો થયો છે. છેલ્લા બે મહિનાના ગાળામાં આશરે ૩૧ ટકાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રુડ કિંમતોને વર્તમાન સપાટી પર સ્થિર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદથી પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪-૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો.

જ્યારે ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૧૧-૧૨ રૂપિયા સુધીનો ઘટાડો થયો  હતો. છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ભારતમાં રિટેલ તેલ કિંમતો આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો અને ડોલર-રૂપિયા એક્સચેંજ રેટ ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે. જા કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.પેટ્રોલ અને ડીઝલની કિંમતો બેન્ચમાર્ક ફુયઅલના વૈશ્વિક રેટ પર આધારિત હોય છે.

સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જાવા મળી રહી છે.વૈશ્વિક કિંમત છ ટકા સુધી ઘટી હોવા છતાં ભાવ સ્થિર રહેતા ગ્રાહકોમાં આની ચર્ચા જાવા મળી રહી છે.  સોમવાર બાદથી ક્રુડ ઓઇલની કિંમતમાં છ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે.  દેશના મોટાભાગના વિસ્તારોમાં ફ્યુઅલની કિંમતમાં સતત ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. પેટ્રોલની કિંમતો ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદથી ૨૦ ટકા સુધી ઘટી ચુકી છે જેનાથી મોંઘવારી વચ્ચે લોકો અને વાહન ચાલકોને રાહત થઇ છે.  આ સપ્તાહના ગાળામાં જ ડોલર સામે રૂપિયો બે ટકા સુધી મજબૂત થયો છે.

Share This Article