નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બુધવારના દિવસે કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી વધારો કરવામાં આવ્યા બાદ કિંમતો આજે યથાવત રાખવામાં આવી હતી. જા કે પેટ્રોલ અને ડીઝલની કિંમત હજુ ઘટી શકે છે. કારણ કે ક્રુડની કિંમતમાં છેલ્લા બે દિવસમાં જારદાર ઘટાડો થયો છે. છેલ્લા બે મહિનાના ગાળામાં આશરે ૩૧ ટકાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રુડ કિંમતોને વર્તમાન સપાટી પર સ્થિર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદથી પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪-૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. જ્યારે ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૧૧-૧૨ રૂપિયા સુધીનો ઘટાડો થયો હતો.
જો કે હવે ફરી એકવાર ફેરફારનો સિલસિલો જારી થયો છે. ચાર દિવસ સુધી કિંમતો વધારી દેવામાં આવ્યા બાદ હવે ભાવ આજે બુધવારના દિવસે સ્થિર રાખવામાં આવ્યા હતા. પેટ્રોલ અને ડીઝલની કિંમતો બેન્ચમાર્ક ફુયઅલના વૈશ્વિક રેટ પર આધારિત હોય છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ફ્યુઅલની કિંમતમાં સતત ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. પેટ્રોલની કિંમતો ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદથી ૨૦ ટકા સુધી ઘટી ચુકી છે જેનાથી મોંઘવારી વચ્ચે લોકો અને વાહન ચાલકોને રાહત થઇ છે.
છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ભારતમાં રિટેલ તેલ કિંમતો આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો અને ડોલર-રૂપિયા એક્સચેંજ રેટ ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાના કારણ હવે લોકોને મોંઘવારીમાં રાહત મળી છે. ભાવ છેલ્લા કેટલાક મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત સતત ઘટી રહી છે. અલબત્ત ઓપેક દેશોએ ક્રુડની ઘટતી જતી કિંમતોને ધ્યાનમાં ઉત્પાદનમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. ભાવને લઇને લોકોની હમેંશા નજર રહે છે.